સરીગામના કોરોમંડલ મેડિકલ સેન્ટરે આઠ વર્ષમાં ૫૩ હજાર દર્દીઓને સહાય કરી
(પ્રતિનિધિ)સરીગામ, ભારતમાં કૃષિ ક્ષેત્રે જાણીતી કંપની કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડે ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ સરીગામમાં કોરોમંડલ મેડિકલ સેન્ટર (સીએમસી)ની સ્થાપના કરી હતી.
તેની શરૂઆતથી જ આ સેન્ટર મેડિકલ સપોર્ટ પૂરું પાડતું રહ્યું છે અને છેલ્લા આઠ વર્ષોના ગાળામાં નોંધપાત્ર ૫૨,૮૭૪ દર્દીઓને સહાય પૂરી પાડી છે. સરીગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સરીગામના રહીશોને હેલ્થકેરની સુવિધા પૂરી પાડીને આ પહેલ કંપનીની કૃષિ ક્ષેત્રથી આગળ વધીને તેની ભૂમિકાને ઉજાગર કરે છે અને સમુદાયોની સુખાકારી માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સરીગામ ઉત્પાદન ઉદ્યોગો માટેનું મહત્વનું કેન્દ્ર છે જે નોંધપાત્ર પ્રમાણમાં લોકોને આકર્ષે છે જેમાં મુખ્યત્વે ગુજરાત બહારના વસાહતીઓ હોય છે. આ વૈવિધ્યસભર સમુદાય વિવિધ ઉદ્યોગોમાં મોટાભાગે શ્રમ આધારિત કામગીરીમાં લાગેલો છે. આ પ્રદેશમાં આદિવાસી અંતરિયાળ વિસ્તારો જ નહીં પરંતુ દરિયાકિનારાના વિસ્તારો પણ છે જ્યાં માછીમારી એ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે.આ ગતિશીલ ક્ષેત્રે સીએમસી સરીગામ એક પરિવર્તનશીલ બળ તરીકે ઊભરી આવ્યું છે.
જે આસપાસના ૩૭ ગામોમાં રહેતા લોકોના જીવન પર હકારાત્મક અસર કરી રહ્યું છે. તેની પહેલ તથા પ્રયાસો દ્વારા સીએમસી સારીગામ સ્થાનિક લોકોમાં અર્થપૂર્ણ તકોનું સર્જન કરીને તથા ટકાઉ વિકાસ માટે પ્રોત્સાહન આપીને નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. સરીગામ વિસ્તાર પાયાની આરોગ્ય ની સંભાળ અને જરૂરી સુવિધાઓની અછત સામે ઝઝૂમે છે
જ્યાં વાઇરલ ફિવર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનેમિયા, ટાઇફોઇડ, સિકલ સેલ રોગ, ત્વચાના રોગો તથા આંખો સંબંધિત સમસ્યાઓ જેવી તકલીફોથી લોકોને હાલાકી વેઠવી પડે છે. આ મહત્વની જરૂરિયાતને સમજતા મેડિકલ સેન્ટર ઉચ્ચ ગુણવત્તાની હેલ્થકેર સેવાઓના વિશ્વસનીય તથા સુલભ સ્ત્રોત તરીકે ઊભરી આવ્યું છે. તે સમુદાયોની વિવિધ તબીબી જરૂરિયાતોનું સમાધાન કરે છે, સામુદાયિક સ્વાસ્થ્યને આગળ ધરીને હકારાત્મક સામાજિક અસર ઊભી કરે છે
તથા જીવનની એકંદરે ગુણવત્તામાં વધારો કરે છે.આ સેન્ટર એ સુનિશ્ચિત કરે છે કે રહીશોને એમબીબીએસ ડોક્ટરોના કન્સલ્ટેશન તથા લેબોરેટરી સર્વિસીઝનો કિફાયતી ભાવે લાભ મળે જેથી હેલ્થકેરને વધુ સુલભ બનાવી શકાય. ટકાઉ સહયોગની જરૂરિયાતવાળા કિસ્સામાં દર્દીઓને ઉમરગાંવ બ્લોક અને વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં સરળતાથી રેફર કરવામાં આવે છે
જેથી આ વિસ્તારમાં લોકોને વ્યાપક તથા સંકલિત હેલ્થકેર અભિગમને પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત, સરીગામમાં મેડિકલ સેન્ટર સીબીસી, એમપી, ઈએસઆર, લિવર પ્રોફાઇલ, રેનલ પ્રોફાઇલ, ડાયાબિટીક પ્રોફાઇલ, લિપિડ પ્રોફાઇલ, યુરિન આરએમ, કેલ્શિયમ, આરએ ટેસ્ટ, ડેન્ગ્યુ સ્પોડ, વાઇડલ અને સીઆરપી સહિતના મોટાભાગના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે વ્યાપક લેબોરેટરી સેવાઓ પૂરી પાડે છે.
એડવાન્સ્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સેન્ટર દર્દીઓના ડેટાના સુરક્ષિત મેઇન્ટેનન્સ સુનિશ્ચિત કરે છે જે સારીગામ વિસ્તારમાં કાર્યક્ષમ અને ટેક્નોલોજીકલી એડવાન્સ્ડ હેલ્થકેર પ્રેક્ટિસીસ માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ ઉચ્ચ હેલ્થકેર સપોર્ટ માટે પ્રતિબદ્ધ છે જે અંતરિયાળ વિસ્તારોમાં સરકારની મર્યાદાના લીધે સર્જાતા પડકારોનું સમાધાન પૂરું પાડે છે. તેમના દૂરંદેશીભર્યા અભિગમના ભાગરૂપે ગ્રુપ ડેન્ટિસ્ટ્સ, પીડિયાટ્રિશિયથી માંડીને ગાયનેકોલોજીસ્ટ સુધીની સ્પેશિયાલિસ્ટ સુવિધાઓ વિસ્તારવાની યોજના બનાવી રહ્યું છે.