સારસા માતા નિઃસંતાનને સંતાનનું સુખ આપતી હોવાની રહેલી છે માન્યતા
ઝઘડિયામાં હજારો વર્ષ પુરાણું આવેલું સારસા માતાજીનું મંદિર
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં અનેક મંદિરો આવેલા છે જેમાંથી કેટલાક મંદિરો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે.પાંડવોના કાળથી જ કેટલાક મંદિરો અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.ત્યારે ઝઘડિયા તાલુકાના જંગલ વિસ્તારમાં પણ ધાર્મિક આસ્થાના કેન્દ્ર એવા મંદિરો આવેલા છે.આવા મંદિરો પૈકી રાજપારડીથી બે કિલોમીટરના અંતરે નેત્રંગ રોડ ઉપર ડુંગર વાળી એટલે કે સારસા માતાજીનું મંદિર આવેલું છે. Sarsa Mataji’s temple is thousands of years old in Jhagadia Bharuch
પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ભૃગુઋષિએ કરી હોવાનું કહેવાય છે.જ્યારે પાંડવોના સમયથી પણ આ મંદિર અસ્તિત્વ ધરાવે છે.જ્યારે હિંગોરીયા ગામના કાનજી વસાવાને વર્ષો પહેલા માતાજી મળ્યા હોવાની પણ લોકવાયકા રહેલી છે.ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી-નેત્રંગ માર્ગ ઉપરથી ડુંગર સુધી જવા માટે એક કિલોમીટર સુધી માઈ ભક્તોને કષ્ટ સાથે માતાજી અગ્નિ પરીક્ષા સમાન ડુંગર ઉપર પગપાળા ચઢી દર્શનાર્થે જાય છે.
ડુંગર પર જવા માટે ત્રણેય તરફ પગ દંડી માર્ગ છે.માતાજીની દર્શન કરવા માઈ ભક્તો દર રવિવારે અને મંગળવારે દર્શન અર્થે આવે છે. સારસા માતાજીના ડુંગરે દૂર – દૂરથી માઈ ભક્તો તહેવાર અને બંને નવરાત્રીમાં નવે નવ દિવસ આવે છે.
જેમાં સુરત,વડોદરા અને રાજપીપળા,ભરૂચ,અંકલેશ્વર, વાલિયા,નેત્રંગ સહિત આજુબાજુના ગામ માંથી માઈ ભક્તો પદયાત્રા યોજીને માતાજીનાં દર્શન માટે આવે છે.ઋષિ પંચમીનાં દિને માતાજીનો પ્રાગટય દિવસ છે જેથી આ દિવસે અહીં ભાતીગળ મેળો યોજવામાં આવતા માઈ ભક્તો નું ઘોડાપુર ઉમટતા રાજપારડી સુધી ભક્તો જોવા મળે છે.
સારસા માતા કુવારા માતાજી હોવાથી માતાજીના મંદિરે આવતા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.ખાસ માતાજીના ડુંગરે નિઃસંતાન દંપતી આવે તો તેઓની માતાજી ઈચ્છા પૂર્ણ કરે છે અને તેઓને સંતાન સુખ પ્રાપ્ત થતું હોવાની માન્યતા રહેવા સાથે અહીં માછી,વસાવા.દરબાર અને બ્રાહ્મણ સમાજના કુળદેવી હોવાથી સમાજના લોકો પણ કોઈ શુભ કાર્ય કરતા પહેલા માતાજીના દર્શનાર્થે આવે છે.સાથે જ ડુંગર ઉપર એક ભોંયરું છે જે ભોંયરું સીધું પાવાગઢ નીકળતું હોવાનું પહ માનવામાં આવી રહ્યું છે.
સારસા માતાજી ડુંગર પર બિરાજે છે જે ડુંગર ઉપર જવા પગદંડી માર્ગથી ઉપર જવાય છે.ત્યારે વૃદ્ધ અને અશક્ત લોકો માતાજીનાં દર્શન કરી શકે તે માટે તળાવ કિનારે માતાજીનું મંદિર નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં દર્શન કરી માઈ ભક્તો ધન્યતા અનુભવે છે.ડુંગર ઉપર જવા માટે માર્ગ ધોવાણ થઈ જતા માઈ ભક્તોને પગપાળા જ ડુંગર ઉપર જવું પડે છે જેથી ડુંગર ઉપર જવા માટે માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.