Western Times News

Gujarati News

સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને  93.01% મેળવી  NQAS નું સર્ટિફિકેશન મળ્યું

આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર મહીસાગર જિલ્લો-છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત

મહીસાગર, દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને છેવાડાના માનવીને પણ, પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે, તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઇ તેવા ઉદ્દેશ્ય સિધ્ધ થાય, તે માટે સર્વગ્રાહી, પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવવા જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતુ, તેને સરકારશ્રી ધ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે વિકસાવેલ છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

ત્યારે મહીસાગર જિલ્લો છેવાડાનો એક પણ માનવી આરોગ્યની સુવિધાથી વંચિત ના રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે ત્યારે મહીસાગર જિલ્લા માટે ગૌરવની વાત છે કે સંતરામપુર તાલુકાના મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને  93.01% મેળવી કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટમાં મળ્યું છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણને કેન્દ્રિય કક્ષાએથી નેશનલ ક્વોલિટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેશન અંગેની રાષ્ટ્રીય કક્ષાની ટીમ સપ્ટેમ્બરમાં આવી હતી.જેમાં NQAS સર્ટિફિકેશન માટે ગૂણવતાસભર સેવાઓ અંગેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી જલ્પાબેન પટેલ, ફીમલે હેલ્થ વર્કરશ્રી શારદાબેન ડામોર,

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરશ્રી ખેમાભાઈ એચ પટેલ તેમજ આશાબેનોએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો સી આર પટેલ, એ ડી એચ ઓશ્રી  ડો સી આર પટેલીયા,ડી કયું એમ ઓશ્રી ડો અલ્પેશ ચૌધરી,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સંતરામપુર તેમજ મેન્ટર ડો સંજય પટેલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડો જીજ્ઞાશા ખાંટ તથા આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો શૈલીબેન પટેલ ના

માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મોટી સરસણએ NQAS અંતર્ગત 93.01% મેળવી જિલ્લા તથા તાલુકા નું નામ આરોગ્ય ક્ષેત્રે રોશન કરી નેશનલ ક્વોલિટી સર્ટિફિકેસન મેળવ્યું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સિધ્ધી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ માટે સતત પ્રયત્નશીલ રહી આ સિધ્ધી જાળવી રાખીશું તેમ જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા ઓપીડી,દવાઓ, ઈમરજન્સી, સગર્ભા માતા અને શિશુ સંભાળ સહિત વિવિધ બાર વિભાગોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટી સરસણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને  93.01% મેળવી  NQAS નું સર્ટિફિકેશન મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.