Western Times News

Gujarati News

SAS India અને ગણપત યુનિવર્સીટીએ 2 વર્ષના ફૂલ ટાઈમ MBA, બિઝનેસ એનાલિટીક્સનો અભ્યાસક્રમ માટે કરાર કર્યા

પ્રતિકાત્મક

બિઝનેસ એનાલિટીક્સ સૉફ્ટવેર અને સર્વિસની અગ્રગણ્ય કંપની SAS India (એસએએસ ઇન્ડિયા) અને સમગ્ર ગુજરાતમાં ઈન્ડસ્ટ્રી ફોકસ અભ્યાસક્રમ શરૂ કરવામાં મોખરે રહેલ  ગણપત યુનિવર્સીટીએ સાથે મળીને  2 વર્ષનો ફૂલ ટાઈમ માસ્ટર પ્રોગ્રામ એમ.બી.એ. બિઝનેસ એનાલિટીક્સ શરૂ કર્યો છે. એનાલિટીક્સના ક્ષેત્રમાં કુશળ અને વર્તમાન સાધનો અને પ્રચલિત તકનીકોનું પ્રચલિત સંચાલન કરવાનો અનુભવ ધરાવતા હોય તેવા ભવિષ્યના મેનેજરોને તૈયાર કરવાના મુખ્ય હેતુથી આ પ્રકાર નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ કોર્સ દ્વારા પ્રોગ્રામિંગ, ડેટા ઇન્ટિગ્રેશન, વિઝ્યુઅલ બિઝનેસ એનાલિટિક્સ અને મશીન લર્નિંગની સાથે આવશ્યક તમામ મેનેજેરીયલ નોલેજ આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં SAS (એસએએસ)ના વિષયો તથા પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝનો ઉત્તમ રીતે સમાવેશ કરાયો છે, જેના દ્વારા વિધ્યાર્થીઓ SAS(એસએએસ)ના વૈશ્વિક સર્ટિફિકેટ માટે સક્ષમ બની શકશે.  SAS (એસએએસ)ના આ આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર આધારિત બેજેસ તેમની કુશળતાને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવે છે.

SAS Asia Pacific (એસએએસ એશિયા પેસિફિક)ના ડાયરેક્ટર-એજ્યુકેશન, શ્રી ભુવન નિઝવાનએ જણાવ્યુ હતું કે “યુવા માનસને વિશ્લેષણાત્મક અભિગમ દ્વારા સમાજ તથા ઉદ્યોગો માટે ઉપયોગી એવા એપ્લાઇડ ડેટા સાયન્સના ક્ષેત્રમાં સક્ષમ બનાવવું એ જ SAS (એસએએસ)એજ્યુકેશનનું ધ્યેય રહ્યું છે.

અમે ભારતભરની યુનિવર્સિટીઓના સહયોગ દ્વારા ઉદ્યોગ ઉપયોગી નોલેજ એક વિશિષ્ટ પ્રતિભા વિકાસવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે સમગ્ર ઉદ્યોગમાં જરૂરી યોગ્ય એનાલિટિક્સ કૌશલ્યનું નોલેજ આપવું એ મહત્વપૂર્ણ છે અને આ મિશનમાં મુખ્ય ભાગીદાર તરીકે ફાળો આપનાર ગણપત યુનિવર્સિટીનો ઉમેરો થવો એ અમારા માટે ગર્વની વાત છે.

ગણપત યુનિવર્સિટી પોતાના મજબૂત ઈન્ડસ્ટ્રી નેટવર્ક અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વિવિધ અભ્યાસક્રમો માટે ખૂબ જ જાણીતું અને આગળ પડતું નામ છે. SAS(એસએએસ) સાથે કરવામાં આવેલ આ પાર્ટનરશિપ યુનિવર્સિટીના વૈશ્વિક દ્રષ્ટિકોનને આવરે છે. આજે મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓ એનાલિટિક્સનો ઉપયોગ કરીને તેમના વ્યવસાયને સ્પર્ધાત્મક આકાર આપી રહી છે અને બિઝનેસ લીડર બનવાની દિશામાં આગળ વધી રહી છે.

અભ્યાસ માટે આજે આ ક્ષેત્ર  ઘણું નવું અને વિકાસ પામતું છે, પણ આવતીકાલના શિક્ષણ માટે એ મુખ્યપ્રવાહ બની રહેશે તેમાં શંકાને સ્થાન નથી. બિઝનેસ એનાલિટિક્સનો આ પ્રોગ્રામ વિધ્યાર્થીઓ માટે ખૂબ જ આશાસ્પદ અને નોકરી ની બહોળી તકો ઊભી કરનારો બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.