સાઠંબાના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરે મહાપૂજા યોજાઈ
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રાવણ માસનો મંગલ પ્રારંભ થઈ ગયો છે,બારેય મહિનામાં વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ ઘણાય છે,એવી રીતે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કર્યો છે કે આ મહિનામાં મહાપૂજા દ્વારા મારી સ્મૃતિ સહિત સ્મરણ કરશે, તે પુણ્યનો મોટો ભાગીદાર ગણાશે,
સાઠંબાના અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે ગઈકાલે સ્થાનિક સત્સંગીઓ ઉપરાંત મોડાસા, રણજીત પૂરા , બાયડ, વિસ્તારના મુકતો એ સમૂહ મહાપૂજા નો લાભ લીધો હતો,અનુપમ મિશન, મોગરી ના સંતો પૂજ્ય અશોક બાબુ,પૂજ્ય ગિરિશભાઈ, પૂજ્ય નિખિલ દાસજી,પૂજ્ય નીરવભાઈ માણાવદર વગેરે ઉપસ્થિત રહીને રૂડા આશીર્વાદ આપ્યા હતા,
અમદાવાદ થી વડીલ મુક્તરાજ પૂજ્ય ચુનીભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા!મંદિર માં ભક્ત મંડળે એક અલૌકિક પ્રકારનો હિંડોળો ભરીને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્ય સાહેબ દાદાનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો!