Western Times News

Gujarati News

Satish Kaushikની આત્માની શાંતિ માટે અનુપમે મંદિરમાં કરી પૂજા

સતીષ કૌશિકનું હાર્ટ એટેક આવતા નિધન થયું હતું

વિડીયોમાં કહ્યું કે, મેં બધા ભક્તો અને દોસ્તો માટે પ્રાર્થના કરી, મેં મારા દોસ્ત સતીષ કૌશિકની માટે પણ પ્રાર્થના કરી

મુંબઈ, 
એક્ટર અનુપમ ખેર પોતાના દોસ્ત અને એક્ટર સતીષ કૌશિકની આત્માની શાંતિ માટે કોલકાતાના પ્રસિદ્ધ કાલીઘાટ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. અનુપમ ખેરે તેનો વિડીયો પણ શેર કર્યો છે અને દોસ્ત માટે વાત કરી. અનુપમ ખેરે વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘આજે કોલકાતાના મહાન કાલીઘાટ મંદિરમાં મા કાલીના દર્શન કરી મન કૃતજ્ઞ થયું. Satish Kaushik performed pooja at Anupam Temple for peace of soul

દેશની અખંડતા અને તમારા બધા માટે પ્રાર્થના કરી. મારા દોસ્ત સતીષ કૌશિકની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી. દેશના મંદિરોનો ઈતિહાસ અદભૂત છે! જય મા કાલી!’ તેમણે વિડીયોમાં કહ્યું કે, ‘મેં બધા ભક્તો અને દોસ્તો માટે પ્રાર્થના કરી. મેં મારા દોસ્ત સતીષ કૌશિકની માટે પણ પ્રાર્થના કરી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે.

મેં બધાની સુખ-શાંતિ તેમજ સ્વાસ્થ્ય માટે કામના કરી, જેથી બધા સુખ-શાંતિથી રહે. ઉલ્લેખનીય છે કે, એક્ટર-ડાયરેક્ટર સતીષ કૌશિકનું ૯ માર્ચ, ૨૦૨૩એ ૬૬ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું હતું. તેઓ ગત ગુરુવારે હોળીની ઉજવણી કરવા દિલ્હી આવ્યા હતા, ત્યારે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું હતું. હોળી રમ્યા પછી રાત્રે સૂવા ગયા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

તેમને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ હોસ્પિટલના ગેટ પાસે જ તેમણે શ્વાસ છોડી દીધા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વર્સોવાના સ્મશાન ઘાટમાં કરાયા હતા. જ્યાં અનુપમ ખેર સહિત પરિવાર અને નજીકના મિત્રો જાેવા મળ્યા હતા. સતીષ કૌશિક કુબેર ગ્રુપના ડાયરેક્ટર વિકાસ માલૂએ આપેલી હોળી પાર્ટીમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા.

વિકાસ માલૂની પૂર્વ પત્નીએ આરોપ લગાવ્યો હતો કે, વિકાસ માલૂએ જ ૧૫ કરોડ રૂપિયાના વિવાદમાં સતીષ કૌશિકની હત્યા કરી છે. જાેકે, સતીષ કૌશિકના પત્નીએ વિકાસ માલૂની પૂર્વ પત્નીના આરોપોને નકારી દીધા છે અને તેને સસ્તી પ્રસિદ્ધિ માટે લગાવાયેલા આરોપો જણાવ્યા છે. જ્યારે આ મામલે વિકાસ માલૂએ તેમની પૂર્વ પત્નીના આરોપો ખોટા હોવાનું જણાવતા કહ્યું કે, ‘પોલીસ અને સરકાર બંને છે. હું ખોટો છું તો અંજામ ભોગવવા તૈયાર છું.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.