મોડાસામાં વૈષ્ણવ દ્રારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદયના મુખે સત્સંગ મહોત્સવ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) અરવલ્લીજિલ્લાના મોડાસામાં વૈષ્ણવ દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદય ના મુખે સત્સંગ મહોત્સવ તારીખ ૩ ફેબ્રુઆરી થી ૯ ફેબ્રુઆરી સુધી ગિરિરાજ ધામ સ્વર્ણિમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલ છે જેના મનોરથી ડો. મુકુંદલાલ. વિ.શાહ તથા ડો.ચેતનભાઇ અને ડો. ધવલભાઇ દ્વારા વૈષ્ણવ સમાજના યુવા પ્રેરણામૂર્તિ આચાર્ય દ્વારકેશ લાલજી ૧૭ માં વંસજ છે
જે સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભગવત ગીતા શ્રીમદ ભગવત ઉપનિષદ તથા વિદ્રતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિધવાન છે જેમને સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરી છે જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખા આપવામાં આવી છે અને સમગ્ર દેશમાં તેમની દિવ્ય વાણીનો લાભ આપી રહ્યા છે
જેમને વલ્લભ કુલ આચાર્ય તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત છે જે પાંચે ખંડોમાં તેમની હવેલી ની સ્થાપના કરી છે સમગ્ર આફ્રિકા ખંડની સૌ પ્રથમ હવેલી શ્રી વલ્લભ ધામ સ્થાપવાનો પણ શ્રે તેમના ફાડે જાય છે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શ્રી નાથદ્વારા નાથધામ હવેલી તથા વૈષ્ણવ સંઘ એકેડેમી તથા વ્રજધામ હવેલી નું નિર્માણ પણ થયેલ છે
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં શ્રી નાથદ્વારા હવેલી સીડનીમાં વ્રજવેલી એડીલેટમાં વલ્લભધામ હવેલી ની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં તથા ભારતના અનેક શહેરોમાં હવેલીઓનું નિર્માણ સાથે અમદાવાદ બોપલ વિસ્તારમાં ભક્તિધામ નામથી વિશિષ્ટ સંકુલ આપ શ્રી દ્વારા નિમિત કરવામાં આવેલ છે આ મહંત દ્વારા વિદ્યાર્થીઓને દત્તક યોજના વિશાળ પાયે ચલાવવામાં આવે છે
અને કોરોના કાળથી અન્નદાન યોજના વિશાળ પાયામાં ચલાવવામા આવે છે ક્રાંતિકારી વિચારો.દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહંતના સ્વમુખે ભાગવતનું સ્મરણ કરવું એ જીવનનો એક લાહો છે તો પ્રભાવશાળી આચાર્યશ્રી માટે સર્વે વૈષ્ણવો ગૌરવ અનુભવે છે તો આવા વૈષ્ણવ માટે મોડાસા ના સ્વર્ણિમ સંકુલ પાર્ટી પ્લોટ માં ભગવત કથા છે તો સર્વે વૈષ્ણવોએ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે