મેઘરજના નવાગામ (ઇસરી)માં પૂ.રામજી બાપાનો સત્સંગ યોજાયો
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના નવાગામ ( ઇસરી ) મેઘરજ માં પરમ પૂજ્ય રામજી બાપા (ધોલવાણી) ના સત્સંગ આયોજન થતાં આ મેળાવડાએમ સર્વ મુમુક્ષુઓને પૂજ્ય રામજીબાપાએ આગળના સત્પુરુષો ના અમૃત વચનોનુ પાન કરાવતા જણાવ્યું કે આ ગામમાં શ્રીમદ જેસીંગબાપા ૪૦ વર્ષ પહેલા આવેલા અને જે બોધ બીજ પડ્યા હતા તે આજે પાછા ઊલસ્યા છે. હવે અંતરાત્મામાં જાગવાનો સમય આવ્યો છે.જાગીને જોવું તો જગત દીસે નહીં-આપણું અંતર સત્સંગથી ચોખ્ખું થાય.
રવિવારે યોજાયેલા આ સત્સંગમાં પૂ રામજીબાપાએ જણાવ્યું કે. આપણા હૃદયમાં જે રામ બેઠો છે એના ઉપર અનાદિકાળથી જે માયાની કચરપટ્ટી પડી છે એ કાઢવા માટે આજે આપણે ભેગા થયા છીએ. સંસારની વાતો સાંભળી સાંભળીને આપણા આત્મા ઉપર મળ આવ્યો છે,માયા અને સંસારની વાતો સાંભળ સાંભળ કરીએ તો આપણા આત્મા ઉપર મળ વધતો જાય અને પરમાત્મા ના ગુણ ગાઈએ તો ઓછો થાય
અહીંયા આપને તો પરમાત્મા ના ગુણ ગાવા ભેગા થયા છીએ આપણે આત્માઓ છીએ પરમાત્મા ના લોકો માંથી આવ્યા છીએ આપણે ભક્તિ તો કરી છે.બાવજીએ કહ્યું છે તું તને ઓળખ ભક્તિ પુરી. આપણી અંદર જેવો આત્મા છે એવો આત્મા આખા વિશ્વમાં છે આટલી આસ્થા આવે તો રાગ પણ કોના ઉપર કરવો અને દ્વેષ પણ કોના ઉપર કરવું?
અહીંયા વહાલુ કોણ અને વેરી કોણ ભાઈ કોણ અને બાય કોણ. ” જાગીને જોવું તો જગત દીસે નહીં” આપણું અંતર સત્સંગથી ચોખ્ખું થાય. સત્સંગ એટલે હું આત્મા છું. પરમાત્માના લોકોમાંથી આવ્યો છું. મારું અહીંયા કોઈ નથી આપણે અહીંયા સત્સંગમાં આવ્યા તો ઘરે કંઈ ત્યાગ કરવો પડ્યો? એ તો આપોઆપ છૂટી જાય.