Western Times News

Gujarati News

લશ્કરી ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડનાર પાકિસ્તાની એજન્ટ ઝડપાયો

સત્યેન્દ્ર સિવાલે સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને લશ્કરી ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડી હતી-ઉત્તરપ્રદેશના મેરઠમાંથી પાકિસ્તાની એજન્ટ ઝડપાયો

(એજન્સી)મેરઠ, ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મેરઠમાંથી ઝડપવામાં આવેલા ૈંજીં એજન્ટ સત્યેન્દ્ર સિવાલે પાકિસ્તાને ભારતની શું શું ગુપ્ત વાતો આપી છે તેનો ખુલાસો થયો છે. સત્યેન્દ્ર સિવાલે ભારતના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને લશ્કરી ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડી હતી.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેન્ડલર્સ વિદેશ મંત્રાલયના કેટલાક કર્મચારીઓને પૈસા અને બીજી લાલચ આપીને ભારતની કેટલીક મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુપી એટીએસને આ અંગે માહિતી મળી હતી અને તેથી એટીએસ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવાયો હતો. આ દરમિયાન તે એટીએસના સવાલોના જવાબ ન આપી શક્યો અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો.

સિવાલ અગાઉ રશિયાના મોસ્કોમાં ઈન્ડીયન એમ્બેસીમાં મલ્ટી-ટાÂસ્કંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન, એક આધાર કાર્ડ, પાનકાર્ડ અને એક ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.

સત્યેન્દ્ર સિવાલ યુપીના હાપુડનો રહેવાસી છે. આરોપ છે કે તે આઈએસઆઈને ગુપ્ત માહિતી આપતો હતો. તે દૂતાવાસમાં આઇબીએસએ તરીકે પોસ્ટ કરાયો હતો. યુપી એટીએસ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ યુપી એટીએસને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આરોપી વર્ષ ૨૦૨૧થી રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ભારત સ્થિત સુરક્ષા સહાયક તરીકે તૈનાત છે.

Satyendra Siwal working as MTS (Multi-Tasking, Staff) at the Ministry of External Affairs, has been arrested by UP ATS. He is accused of working for ISI. Satyendra was posted at the Indian Embassy in Moscow. He is originally a resident of Hapur: UP ATS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.