સાઉદી અરેબિયા એરફોર્સનું એક ફાઈટર પ્લેન ટ્રેનીંગ દરમ્યાન ક્રેશ થયું
સાઉદી અરેબિયા એરફોર્સનું એક ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ ભયાનક અકસ્માતમાં બે ક્રૂ મેમ્બરના મોત થયા છે. ઝહરાનમાં અબ્દુલ અઝીઝ એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ મિશન દરમિયાન આ ક્રેશ થયો હતો. મળતી માહિતી મુજબ ક્રેશ થયેલા સાઉદી અરેબિયન એરફોર્સના પ્લેનનું નામ એફ-૧૫ એસએ ફાઈટર પ્લેન છે.
તે ગુરુવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે ક્રૂ મેમ્બરના મોત થયા હતા. સાઉદી પ્રેસ એજન્સીએ સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ તુર્કી અલ-મલિકીને ટાંકીને જણાવ્યું હતું કે દહરાનમાં અબ્દુલ અઝીઝ એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ મિશન દરમિયાન આ ક્રેશ થયો હતો. Persian Gulf • Saudi An F-15SA fighter plane crashed during a routine training mission at King Abdulaziz Air Base in Dhahran, killing its air crew.
અલ-મલિકીએ અકસ્માત અંગે વધુ વિગતો આપી ન હતી. એફ-૧૫એસએએ મેકડોનેલ ડગ્લાસ ફાઇટર એરક્રાફ્ટનું એક પ્રકાર છે. સાઉદી અરેબિયાના લશ્કરી કાફલામાં આવા ડઝનબંધ ફાઇટર એરક્રાફ્ટ છે. જુલાઈમાં, ખામિસ મુશૈતમાં કિંગ ખાલિદ એરફોર્સ બેઝ પર વિમાન દુર્ઘટનામાં બે પાઈલટ માર્યા ગયા હતા.
સાઉદી અરેબિયા તાજેતરના સમયમાં તેની વાયુસેનાને મજબૂત કરી રહ્યું છે. તાજેતરના સમયમાં સાઉદી અરેબિયાના સંરક્ષણ બજેટમાં પણ વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં સાઉદી અરેબિયાનો સંરક્ષણ ખર્ચ ઇં૪૫.૬ બિલિયન હતો. આ બજેટમાં વિશ્વના ટોચના ૧૦ સંરક્ષણ બજેટ દેશોમાં અરેબિયાનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયા અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો પાસેથી હથિયાર ખરીદવામાં પણ અગ્રેસર છે. એક સમયે સાઉદી અરેબિયા શસ્ત્રોની આયાત કરવામાં વિશ્વનો ટોચનો દેશ બની ગયો હતો.