સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવઃ અમરેલીમાં ૮.ર ડિગ્રી અને રાજકોટમાં ૯.૪ ડિગ્રી ઠંડી પડી
અમદાવાદમાં પણ ઠંડીએ શહેરીજનોને ધ્રુજાવી દીધા
અમદાવાદ, હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે ઉત્તરાયણ પર્વ બાદ રાજ્યભરમાં ઠંડીની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે અને એક સપ્તાહ સુધી લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. ગત રાતથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કાતિલ કોલ્ડવેવની અસર વર્તાતા હવામાન વિભાગની આગાહીને કડકડતી ઠંડીએ ઉથલાવી દીધી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલે કે ૧૦ ડિગ્રીથી પણ નીચે સરકી જતાં લોકો ભારે પરેશાન થઈ ગયા છે. સૌરાષ્ટ્રનું અમરેલી શહેર આજે ૮.ર ડિગ્રી ઠંડી સાથે રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી બન્યું છે અને તેણે કચ્છના નલિયાને પણ ઠંડીની બાબતમાં પાછળ રાખી દીધું છે. આજે સવારે રાજકોટ શહેરમાં ૯.૪ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી ઠંડીનો જોરદાર સપાટો જોવા મળ્યો છે. ૧ર.ર ડિગ્રી લઘુત્તમ તાપમાને વહેલી સવારે નોકરી-ધંધોએ જવા નીકળેલા અમદાવાદીઓ અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને રીતસર ધ્રુજાવી દીધા હતા. ગઈકાલે વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ર૬.૪ ડિગ્રી જેટલું નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હ તું. ગઈકાલે સાંજથી જ ધાબા પર ચઢેલા પતંગ રસિયાઓને જોરદાર ઠંડકનો અનુભવ થવા લાગ્યો હતો.
સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે આ આખું સપ્તાહ અમદાવાદીઓએ આ પ્રકારની તીવ્રતા ધરાવતી ઠંડીનો સામનો કરવો પડશે. આજે સવારે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ૧ર.૭ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ચાંદખેડા વિસ્તારમાં ૧૪.૩ ડિગ્રી, નવરંગપુરામાં ૧૩.૬ ડિગ્રી, પીરાણા વિસ્તારમાં પણ ૧૩.૬ ડિગ્રી, રાયખડમાં ૧૩.ર ડિગ્રી, રખિયાલમાં ૧૩.ર ડિગ્રી, અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે ૧પ જાન્યુઆરી બાદ હવામાનમાં બદલાવ જોવા મળતો હોય છે અને તાપમાન ઉંચી જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા હવામાન નિષ્ણાંતો નકારી રહ્યા છે.
કેટલાક હવામાન વિભાગ નિષ્ણાંતોએ તેમની નવી આગાહીમાં જણાવ્યું છે કે, આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે. એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં મોટી રાહત મળે તેવી કોઈ શકયતા દેખાતી નથી. ૧૮ જાન્યુઆરી ઠંડીમાં આંશિક રાહત મળે તેવી શક્યતા છે. પરંતુ આ રાહત પણ માત્ર એકથી બે ડિગ્રીની જ હશે.
હાલ અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ એમ બન્ને તાપમાન સતત ગગડી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતોનો દાવો છે કે ૧૯ જાન્યુઆરીથી ઠંડાગાર પવનથી સામાન્ય રાહત મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૧૯ જાન્યુઆરીથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. હવામાનમાં આ ફેરફાર થવાના કારણે ૧૮ જાન્યુઆરીથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ પણ આવી શકે છે. આ સાથે જ ૧૮ અને ૧૯ જાન્યુઆરીએ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.
હવામાન વિભાગના લેટેસ્ટ વેધર રિપોર્ટ અનુસાર આજે સવારે વડોદરામાં ૧૭.ર ડિગ્રી, ભાવનગરમાં ૧૩.૭ ડિગ્રી, ભૂજમાં ૧૧.ર ડિગ્રી, ડીસામાં ૧૧.પ ડિગ્રી, દ્વારકામાં ૧પ.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.૮ ડિગ્રી, કંડલામાં ૧૩.પ ડિગ્રી, નલિયામાં ૯.૬ ડિગ્રી, ઓખામાં ૧૯.૩ ડિગ્રી, પોરબંદરમાં ૧૦.૮ ડિગ્રી, સુરતમાં ૧૬.૩ ડિગ્રી અને વેરાવળમાં ૧૪.૩ ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.