Western Times News

Gujarati News

પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ત્રિકોણિયો જંગ

પક્ષો દ્વારા એકબીજા ઉપર રાજકીય આક્ષેપો

(એજન્સી)અમદાવાદ, ગુજરાત ભાજપને પાછલી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ફટકો પડ્યો હતો, તે બેઠકો ૨૦૨૨માં પરત મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાેકે, આ વર્ષે આમ આદમી પાર્ટી જે જાેશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તેને જાેતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રિકોણિયો જંગ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

વર્ષ ૨૦૧૨માં અને ૨૦૧૭માં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસે જે સુધારા સાથેનું પ્રદર્શન કર્યું તેવું આ ચૂંટણીમાં કર્યું તો મોટી નવાજૂની થઈ શકે છે. પરંતુ આ વખતે આપ જે રીતે મેદાનમાં ઉતર્યું છે તેને જાેતા ૫૪ બેઠકો પર ત્રિકોણિયો જંગ થઈ શકે છે. ભાજપની બેઠકો ૨૦૧૭માં ઘટી હતી પરંતુ વોટશેરમાં વધારો થયો હતો,

જેને જાેતા આ વખતે પાર્ટીએ કરેલી મહેનત ફળશે તો ફરી કમાલ કરી શકે છે. રિપોર્ટ્‌સ મુજબ વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની ૩૫ બેઠકોમાંથી ભાજપને ૨૩ અને કોંગ્રેસ ૩૧ જ્યારે અન્યને ૧ બેઠક મળી હતી. જ્યારે ૨૦૧૨માં ભાજપને ૩૩ અને કોંગ્રેસને ૨૧ જ બેઠકો મળી હતી.

આમ વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૭માં ભાજપની સૌરાષ્ટ્ર-કચ્છની ૧૦ બેઠકો ઘટી હતી. ૨૦૧૭માં ભાજપને કુલ ૯૯ બેઠકો મળી હતી. જે બેઠકો ભાજપે ગુમાવી છે તેને ફરી પ્રાપ્ત કરવા માટે આ ચૂંટણીમાં મહેનત કરવામાં આવી છે અને ઉમેદવારોની પસંદગીમાં પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

રાજ્યમાં પહેલા તબક્કામાં ૮૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી જાેવા મળી શકે છે. જાેકે, ચૂંટણીમાં શું થાય છે તે તો પરિણામના દિવસે જ ખબર પડી શકે છે. આ વર્ષે ભાજપે પોતાના સિનિયર નેતાઓને ઘરે બેસાડીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે

ત્યારે અંદરો-અંદર અસંતોષની લાગણી સાથે એવી દલીલ થઈ રહી છે કે આ પ્રયોગ કરાયો છે તેની સામે સ્થાનિક કાર્યકરોમાં નિરાશા છે. જાેકે, આ નિરાશા કેવી છે અને કેટલી છે તે આગામી ૮ ડિસેમ્બરે બહાર આવી જશે. આ વખતે ૨૦૧૭ની જેમ ભાજપ સામે પાટીદાર, ઓબીસી જેવા આંદોલનો નથી પરંતુ એન્ટી-ઈન્કમ્બની અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, ભાજપને વિશ્વાસ છે કે લોકો પાર્ટીના કામોથી ખુશ છે અને મતદારો ફરી એકવાર ગુજરાતમાં કમળ ખીલવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.