શ્રી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી દ્વારા મંત્રી કનુભાઇ દેસાઈનુ સન્માન કરાયું
(પ્રતિનિધી) વાપી, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી કનુભાઇ દેસાઈ(નાણાં,ઉર્જા એવં પેટ્રોકેમિકલ્સ) નો દરેક સોસાયટી ના નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ અને નાગરીકો દ્વારા સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે આ વખતે વાપીવીસ્તારમાં ૮પ% જેટલો વરસાદ પડી ગયો
અને જેમાં વાપી શહેરવીસ્તાર અને વાપી જીઆઈડીસી . વિસ્તાર ખાતે વર્ષો જુની પાણી ભરાવાની સમસ્યા હતી જેનો સુખદ અંત આવેલ જે માનનીય કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ ધારસભ્ય હતા ત્યારે આ વિસ્તાર ના નાગરીકોને ભરોશો આપેલ કે અમારી સરકાર દ્વારા આનો ઉકેલ આવે છે.
અને છેલ્લા બે વર્ષથી જે સમસ્યા પાણી ભરાવાની હતી એ પુરી થઈ અને વાપીનો જે વિકાસ થઈ રહ્યો છે. તેને બીરદાવવા માટે સ્વંયભુ આ વિસ્તારની દરેક સોસાયટીના નાગરિકો દ્વારા માનનીય મંત્રીને સન્માનવાનો અને તેમની સાથે સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં ૫૦૦ જેટલા નાગરીકો આવ્યા અને બઘાએ ભારતીય જનતા પાર્ટી તેમજ કનુભાઇ દેસાઇ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.લોકો વિકાસને જ મત આપે છે જે ખરા અર્થમાં સાબિત થાય છે.
આ કાર્યક્રમ માં વાપી ભાજપ પ્રમુખ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસો. માનદ મંત્રી સતિષભાઈ પટેલ વાપી નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, પારડી વિધાનસભા ભાજપના પ્રભારી હેમંતભાઈ ટેલર, વી આઈએના એડવાઈઝરી બોર્ડના સભ્યોએ કે શાહ, મિલનભાઈ દેસાઈ, એલ એન ગર્ગ,
પટેલ સમાજના પ્રમુખ નાનુભાઈ બામરોલીયા અગ્રણી ઉદ્યોગપતિઓ, વાપીની, સોસા.ના પ્રમુખો, સભ્યો, નાગરિકો સ્વયંભૂ જાેડાયા હતા. વાપી શહેર અને વાપી નોટીફાઈડના વિકાસલક્ષી કાર્યો બાબતે નાગરિકો સાથે કનુભાઈ દેસાઈ એ જન સંવાદ કર્યો હતો,
જેમા ઉપસ્થિત રહી વિસ્તારના અગ્રણીઓ, ભાજપાના હોદ્દેદારઓ અને નગરજનો સાથે વિસ્તારના કરેલા કામોનું મુલ્યાંકન અને થઈ રહેલા કાર્યોની બાબતે ચર્ચા કરી હતી.સતિષ ભાઈ પટેલ દ્વારા માનનીય મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનું નુ અને દરેક આવેલ મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત કર્યુ હતુ અને વીકાસના થયેલ કામોની જાણકારી આપી હતી
સાથે હેમંત પટેલ દ્વારા વાપીવીસ્તાર માં અને નોટીફાઈડ વીસ્તારમાં બીલખાડી ને પહોળી કેવી રીતે કરવામાં આવી અનેહે આ વિસ્તારમાં પાણીનભારાય તેના માટે જે કાર્યકવામાં આવ્યું તેની વિગતવાર જાણકારી નાગરીકોને આપવામાં આવી હતી.