ઉનાળામાં સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યાથી છૂટકારો મળશે
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ૬ જિલ્લામાં પાણી છોડાયુ
(એજન્સી)જામનગર, સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં નર્મદાનું પાણી છોડાયું છે. સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ૬ જિલ્લામાં પાણી છોડાયું છે. રાજકોટ,અમરેલી,મોરબીના ડેમો નર્મદાના પાણીથી ભરાશે.
સૌરાષ્ટ્રના ૬ જિલ્લાના ડેમો નર્મદાના પાણીથી છલોછલ ભરાશે. જામનગર,બોટાદ,સુરેન્દ્રનગર તેમજ ધોળી ધજા ડેમ નર્મદાના પાણીથી ૯૮ ટકા ભરાયા છે. જેને લઈ ઉનાળાની સિઝનનમાં સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યા સર્જાશે નહી. ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તેને લઈ નર્મદા વિભાગે આગોતરૂ આયોજન શરૂ કર્યું છે.
સરદાર સરોવર યોજના દેશની એક અગત્યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે, જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલમાં અંદાજે ૧૦ હજાર ગામો અને ૧૭૬ શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે જેની કુલ લંબાઇ અંદાજે ૭૦ હજાર કિ.મી. છે.
નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે ૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ પર ૧૫૪૦ મેગાવોટની કુલ સ્?થાપિત ક્ષમતા વાળા બે જળવિદ્યુત મથકો કાર્યરત છે. આ જળવિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધી અંદાજે ૬ હજાર કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે.
આમ, ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાનસમી સાબિત થયેલ છે. આ યોજના માટે ૫૯૫૦ કરોડની જાેગવાઇ.