સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેડૂતોને મો મીઠા કરવ્યા-સાવરકુંડલા તાલુકામાં 4 હજાર ખેડૂતોએ મગફળીનું કરાવ્યું છે રજિસ્ટ્રેશન – કસવાળારાજ્ય સરકાર અને ગૂજકોમાસોલ આવ્યું ખેડૂતોની વ્હારે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે મુદ્દે કટિબદ્ધ હોય ત્યારે ચોમાસુ પાકોમાં મગફળીના થયેલા વ્યાપક વાવેતર બાદ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આજે ધારાસભ્ય મહેશ કસવાળાની અઘ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો
ગૂજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના પુત્ર અને પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી દ્વારા ખેડૂતોને આવકાર્યા હતા.
જ્યારે સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં આજથી શરુ થયેલી ટેકાના ભાવની મગફળી ખરીદીમાં ખેડૂતોને અગવડતા ના પડે ને રજીસ્ટ્રેશન કરાવેલા તમામ ખેડૂતોની મગફળી ખરીદી કરીને ખેડૂતોને ખાસ રાહત થાય અને ખોટી રીતે ખેડૂતોને હેરાનગતિ ના થાય તે અંગે ટેકાના ભાવની ખરીદી કરતા અધિકારીઓને ધારાસભ્ય કસવાળાએ ખાસ સૂચના આપેલ હતી.
ને રાજ્ય સરકાર અને ગૂજકોમાસોલ દ્વારા થતી ખેડૂતોની મગફળી અંગે 1356 જેવા ભાવો ખેડૂતોને આપીને ખેડૂતોને વ્યાપક ફાયદો થાય તેમજ સાવરકુંડલા યાર્ડમાં 4 હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હોય ત્યારે ખેડૂતોને પૂરતા ભાવો મળે તેવી સરકારની અભિલાષાઓ ખરા અર્થમાં સાર્થક સાબિત થઈ રહી હોવાનુ ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું
સા ટેકાના ભાવની ખરીદીમાં ધારાસભ્ય મહેશ કસવાળા, સહકારી યુવા નેતા મનીષ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી શરદભાઈ પંડ્યા, તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્યો શરદભાઈ ગોદાણી, લાલભાઈ મોર, યાર્ડના વાઇસ ચેરમેન મહેશભાઇ સહિત યાર્ડના ડાયરેકટરો ઉપસ્થિત રહ્યા હતા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.