એર કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ અને કૂલર્સ પર 45 ટકા સુધીની ઓફર આપી રહ્યુ છે ક્રોમા
ક્રોમાના મેજિકલ સમર સાથે ચમત્કાર માટે તૈયાર થઈ જાવ – લેટેસ્ટ એસી, કૂલર્સ અને રેફ્રિજરેટર્સ સાથે ઉનાળા માટે તૈયાર થઈ જાવ -એર કન્ડિશનર્સ, રુમ કૂલર્સ, રેફ્રિજરેટર્સ વગેરે પર મોટું ડિસ્કાઉન્ટ્સ – સ્પ્લિટ એસીની કિંમત ફક્ત રૂ. 27,990થી શરૂ થાય છે
મહેસાણા, ટાટા ગ્રૂપની ભારતની પ્રથમ અને વિશ્વસનિય ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ એના અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતા સમર સેલની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને હોમ એપ્લાન્યિસની બહોળી રેન્જ પર અનેક ઓફરનો લાભ લેવાની તક આપે છે. Save Up to 45% on Air Conditioners, Refrigerators, and Room Coolers!”
ઉનાળો વહેલાસર શરૂ થવાની અને તાપમાનમાં વધારો થવાની અપેક્ષાએ આ સમર સેલમાં ગ્રાહકોને તેમના ઘરને ગરમીમાંથી મુક્ત કરવા તૈયાર થવાની તક આપી છે.
ગ્રાહકો સમર સેલ દરમિયાન એર કન્ડિશનર્સ, રુમ કૂલર્સ, રેફ્રિજરેટર્સ વગેરેની બહોળી રેન્જ પર 45 ટકા સુધી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. ક્રોમાએ પસંદ કરવા એર કન્ડિશનર્સની બહોળી રેન્જ પ્રસ્તુત કરી છે. ગ્રાહકો એક્સચેન્જ અને અપગ્રેડ બેનિફિટ્સ, કેશબેક ઓફર્સ અને 18-મહિના સુધી ઇએમઆઇ વિકલ્પો સાથે 350+ એસી, 450+ રેફ્રિજરેટર્સમાંથી પસંદગી કરી શકે છે.
સ્પ્લિટ એસીની કિંમત ફક્ત રૂ. 27,990થી અને રુમ કૂલર્સની કિંમત ફક્ત રૂ. 5,990થી શરૂ થાય છે. ક્રોમા ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સની કિંમત રૂ. 21,990થી શરૂ થાય છે. આ રીતે સમર સેલ દરેક માટે ગરમીમાંથી મુક્તિ મેળવવા દરેક માટે કશું ધરાવે છે.
જે ગ્રાહકો મોટા રેફ્રિજરેટર્સમાં અપગ્રેડ કરવા ઇચ્છતાં હોય તેમના માટે સાઇડ-બાય-સાઇડ 630 લિટરના કન્વર્ટિબ્લ રેફ્રિજરેટરની કિંમત ફક્ત રૂ. 64,990થી શરૂ થાય છે. ગ્રાહકો તેમની જરૂરિયાત માટે ઉચિત કૂલિંગ સોલ્યુશન માટે ક્રોમા સ્ટોર્સમાં સ્ટાફ પાસેથી શ્રેષ્ઠ સલાહ મેળવી શકે છે.
આટલું જ પૂરતું નથી! સમર સેલ જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર્સ, પંખા અને અન્ય ઉપકરણો પર પણ અસાધારણ ડિલ્સ ધરાવે છે. ક્રોમાએ આ ઉનાળામાં ગ્રાહકોને શ્રેષ્ઠ ડિલ્સ અને લેટેસ્ટ ટેકનોલોજી પ્રદાન કરવામાં કોઈ કચાશ રાખી નથી.
ક્રોમાનો મેજિકલ સમર સેલ ગ્રાહકોને લાભદાયક ડિસ્કાઉન્ટ પર ઉપકરણોની રેન્જની ખરીદી કરવાની તક પૂરી પાડવાની સાથે ગયા વર્ષના ક્રોમાના વિવિધ ટ્રેન્ડની ઝલક પ્રદાન કરે છે. ગયા વર્ષે ઉનાળામાં પોર્ટેબ્લ એસીનું બજાર ચાર શહેરો – બેંગલોર, મુંબઈ, પૂણે અને હૈદરાબાદમાં જોવા મળ્યું હતું – જેણે વેચાણમાં 50 ટકા હિસ્સો મેળવ્યો હતો.
ઉપરાંત નોઇડા અને ગાઝિયાબાદમાં 35 ટકા સાથે એક્ષ્ટેન્ડેડ વોરન્ટની ખરીદીની ઊંચી ટકાવારી જોવા મળી હતી, ત્યારબાદ નવી મુંબઈ અને મુંબઈએ અનુક્રમે 30 ટકા અને 20 ટકા સાથે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રસપ્રદ બાબત એ છે કે, જ્યારે પૂણે 53 ટકા સાથે 1-ટન એસીની સૌથી વધુ પહોંચ ધરાવતું હતું, ત્યારે મુંબઈ 41 ટકા સાથે બીજા સ્થાને હતું.
જ્યારે એસી ક્લાસની વાત આવે છે, ત્યારે હૈદરાબાદ, બેંગલોર અને પૂણે અનુક્રમે 94 ટકા, 93 અને 93 ટકા સાથે ઇન્વર્ટર એસીની સૌથી વધુ પહોંચ ધરાવતા હતા. જ્યારે પૂણે, બેંગલોર, નોઇડા અને નાશિક પણ 300 લિટરથી ઓછી ક્ષમતા ધરાવતા ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સની સૌથી વધુ પહોંચ પણ ધરાવતા હતા,
ત્યારે મુંબઈ અને નોઇડા 400 લિટરથી વધારે ક્ષમતા ધાવતા ફ્રોસ્ટ-ફ્રી રેફ્રિજરેટર્સની સૌથી વધુ પહોંચ ધરાવતા હતા. ઉપરાંત લગભગ અડધોઅડધ રેફ્રિજરેટર્સનું વેચાણ કાર્ડ પેમેન્ટથી થયું હતું. જ્યારે જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર ખરીદી માટે મુંબઈ અને બેંગલોર 11-11 ટકા સાથે ટોચના શહેરો હતાં, ત્યારે પૂણે રુમ કૂલર્સનું સૌથી વધુ વેચાણ ધરાવતું હતું, જે કુલ બજારમાં 13 ટકા હિસ્સો ધરાવતું હતું.
ક્રોમાના સ્ટોર્સ, croma.com અથવા ટાટા નીયુની મુલાકાત લો અને સમર સેલમાંથી તમારા મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી કરો. તમારા ઉપકરણો અપગ્રેડ કરવાની અને શ્રેષ્ઠ ટેકનોલોજીનો અનુભવ મેળવવાની આ તક ચૂકી ન જાવ. ક્રોમાની લાભદાયક ડિલ્સ અને ડિસ્કાઉન્ટ સાથે આ ઉનાળામાં ગરમીમાંથી મુક્તિ મેળવવા તૈયાર થઈ જાવ.