સાવલીમાં તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ
૧૦૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
વડોદરા, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી, યુ.ઈ.બી, વડોદરા અને શ્રી બી.કે પટેલ આર્ટસ એન્ડ શ્રીમતી એલ.એમ પટેલ કોમર્સ કોલેજ સાવલીના સંયુક્ત ઉપક્રમે સાવલી તાલુકાના યુવક યુવતીઓને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે તાલુકા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી.
આ સ્વરોજગાર શિબિરમાં વડોદરા શહેરના ૧૧ નોકરીદાતા હાજર રહ્યા હતા.ભરતી મેળામાં ૧૮ થી ૩૫ ઉંમર ધરાવતા અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યૂએટ અને માસ્ટર લાયકાત ધરાવતા કુલ ૬૩૧ જેટલી ટેકનીકલ – નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો.
જેમાથી ૧૦૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. પસંદગી પામનાર યુવાનોને રૂ.નવ હજાર થી લઈ રૂ.વીસ હજાર સુધીના પગારની ઓફર કરવામા આવી છે.
આ શિબિરમાં રોજગાર અધિકારી, યંગ પ્રોફેશનલ તેમજ કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારોને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ, અનુબંધમ પોર્ટલ અને એન.સી.એસ પોર્ટલ રજીસ્ટ્રેશન તેમજ સ્વરોજગાર લક્ષી વિવિધ તાલીમ કોર્ષ તેમજ સ્વરોજગારલક્ષી યોજનાઓની લોન સહાય અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
ભરતી મેળામા આવેલ ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીનો લાભ લેવા અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને નેશનલ કેરિયર સેન્ટર www.ncs.gov.in પર રજીસ્ટ્રેશન કરવા અને રોજગાર સેતુ હેલ્પલાઇન ૬૩૫૭૩૯૦૩૯૦ નો સંપર્ક કરવા
તેમજ વિદેશ રોજગાર અભ્યાસમા જતા પહેલા વિના મુલ્યે ઓવરસીસ ગાઈડન્સ મેળવવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી તરસાલીનો સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી એ.એલ. ચૌહાણ દ્વારા જણાવવામા આવ્યું છે.