Western Times News

Gujarati News

શંકાસ્પદ ચાંદીપુરાથી વડોદરામાં પાંચ બાળકોનાં મોત થયા

File

સયાજી હોસ્પિટલમાં ગુરુવારે શંકાસ્પદ ત્રણ કેસ નોંધાયા

વડોદરા, વડોદરામાં ૧થી ૧૭ જુલાઈ સુધીમાં વડોદરામાં ચાંદીપુરાથી ૫ બાળકોના શંકાસ્પદ મોત થયા છે. જેમાં સાવલીના મનિપુરાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સયાજી હોસ્પિટલમાં ગુરુવારે ત્રણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ના કોટડા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈને ચાર વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું આ પૂર્વે ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામમાં પણ એક સપ્તાહ પૂર્વે ૯ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈને વડોદરા ખાતે આવેલ પારુલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ બંને ઘટનાઓ ના પગલે જિલ્લા આરોગ્ય તંત્રની તપાસ ટીમો દ્વારા કોટડા અને લાલપુરી ગામોમાં હાથ ધરેલા સર્ચ ઓપરેશન માં ચાંદીપુરમ ના વાયરસના ફેલાવવા માટે જવાબદાર કહેવાતી ૭૦ જેટલી સેન્ડ ફલાય ને શોધીને પૂણા ખાતે લેબોરેટરીમાં પરીક્ષણ માટે રવાના કરવાની તૈયારીઓ કરી છે..ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો છે. છેલ્લા ૯ દિવસમાં ૨૭થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયા હોવાના કેસ નોંધાયા છે, અને મોતનો આંકડો પણ ૨૫ સુધી પોહોંચ્યો છે,

ત્યારે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસ આવ્યા છે. સયાજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ ગ્રામ્ય વિસ્તરના છે. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિનની હજુ સુધી ખોજ થઇ નથી. એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે.

ગોધરા તાલુકા ના કોટડા ગામે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈને ચાર વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું આ પૂર્વે ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામમાં પણ એક સપ્તાહ પૂર્વે ૯ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈને વડોદરા ખાતે આવેલ પારુલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતેં આ બંને ઘટનાઓ ના પગલે જિલ્લા આરોગ્ય તંત્રની તપાસ ટીમો દ્વારા કોટડા અને લાલપુરી ગામોમાં હાથ ધરેલા સર્ચમાં ૭૦ જેટલી સેન્ડ ફલાય શોધી પૂણા ખાતે લેબોટરીમાં પરીક્ષણ માટે રવાના કરવાની તૈયારીઓ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.