સયાજી હોસ્પીટલમાં ર૪ કરોડના ખર્ચે નિર્મિત વિશ્રામ સદ્દનનું લોકાર્પણ કરાયું
વડોદરા, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પીટલમાં સારવાર માટેેે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીનો આજથી અંત આવશે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સીએેસઆર ફંડ હેઠળ રૂા.ર૪ કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલા ‘વિશ્રામ સદન’નું આજે કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે.સિંગ દ્વારા વચ્ર્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. Sayaji Hospital Vadodara Vishram Sadan
વડોદરાની સરકારી સયાજી હોસ્પીટલમાં ઉત્તર-પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિવ- દમણમાંથી દરરોજ પ, હજારથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. દર્દીઓના પરિવારજનો માટે રહેવા જમવા માટે આમ તો અહીં ઈન્દુમતી ઠાકોરભાઈ પટેલ વિશ્રામ ગૃહ તો છે જ.
પરંતુ આજથી સયાજી હોસ્પીટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ માટે એક નવી સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે. અંદાજીત ર૪ કરોડના ખર્ચેેે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ‘વિશ્રામ સદન’નું આજે કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે.સિંગ વચ્ર્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ.
આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે ૬ માળના આ બિલ્ડીંગમાં ર૩પ લોકો રહી શકે એવા પપ રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક ફલોર પર એક ડ્રોઈંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે બાકીના રૂમ ડોરમેટ્રી કેટેગરીના છે. જેનો લાભ આજથી હોસ્પીટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગાઓને મળતો થઈ ગયો છે.