Western Times News

Gujarati News

તમારા ફોનમાં મારા પૈસા આવી ગયા છે- તેવું કહીને ખેડૂતના 14 હજાર પડાવ્યા

(એજન્સી)મોડાસા, મોડાસા તાલુકાના મદાપુર કંપાના ખેડૂત પટેલ છગનભાઈ પુંજાભાઈ અજાણ્યાઅ શખ્સે ફોન કરી જણાવેલ કે, તમારા ફોન પે એકાઉન્ટમાં કેશબેક આવેલ છે. કહી ઠગે કેશ બેકની લીક મોકલી ખેડૂત પાસેથી રૂપિયા ૧૪,૯૯૮ ઉપાડી લીધા હતા.  Saying that my money has credited in your phone, 14 thousand were taken from the farmers account

આ ઠગ ગઠીયાએ ખેડૂતોને લલચાવી હોશીયારીથી ખેડૂત પાસેથી લીક ઓપન કરાવી રૂા.૧૪,૯૯૮ની રકમ સેરવી લીધી હતી. ખેડૂત સાથે છેતરપિડી કરી સાયબર ફ્રોડ થતાં આઅ અંગે છગનભાઈ પટેલએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી.પોલીસે સાયબર ક્રાઈમ ગુનો નોધ્યો હતો.

નિવૃત્ત આર્મીમેનને બે ભેંસોની ખરીદીમાં છેતરાયો

મોડાસા તાલુકામાં છેતરપિંડીનો બીજાે બનાવ નિવૃત્ત આર્મીમેન સાથે બન્યો હતો. મુળ આલમપુર ગામના હાલ મોડાસા નગરમાં રહેતા નિવૃત્ત આર્મીમેન પ્રતાપજી લાલાજી ખાંટ એ મોડાસાની અલફલા સોસાયટીના રહીશ રહીમભાઈ ગફુરભાઈ સીધી પાસેથી રૂા.૧.૪૦ લાખમાં બે ભેસો ખરીદી હતી.

જાે કે એક ભેસ ઓછું દૂધ આપતી હોઈ પરત આપી હતી તેના રૂા.૭૦ હજાર પરત આપતા ન હોઈ રહીમભાઈ સીધી વિરૂધ્ધ છેતરપિંડી ફરીયાદ પ્રતાપજી ખાંટએ મોડાસા ટાઉન પોલીસ મથકે કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.