SBIએ ‘યોનો સુપર સેવિંગ ડેઝ’ શોપિંગ કાર્નિવલ શરૂ કરવાની જાહેરાત કરી
● SBIએ 34 મિલિયનથી વધારે યોનો યુઝર્સ માટે એના 4 દિવસના એક્સક્લૂઝિવ શોપિંગ ફેસ્ટિવલની જાહેરાત કરી
● યોનોના યુઝર્સ વિવિધ કેટેગરીઓમાં જુદાં જુદાં મર્ચન્ટ પાર્ટનર્સ પાસેથી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે
મુંબઈ, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ એના વિશિષ્ટ શોપિંગ કાર્નિવલ – ‘યોનો સુપર સેવિંગ ડેઝ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. 4 ફેબ્રુઆરીથી શરૂ થનાર આ ચાર દિવસના શોપિંગ કાર્નિવલ 7 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, જેમાં SBIના બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સને એક્સક્લૂઝિવ ડિસ્કાઉન્ટ અને કેશબેકની રેન્જ ઓફર થશે.
આ નવા વર્ષમાં યોનો સુપર સેવિંગ ડેઝ અગ્રણી કેટેગરીઓમાં શ્રેષ્ઠ ઓફરો રજૂ કરે છે. આ કેટેગગરીઓમાં ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, એમેઝોન સાથે ઓનલાઇન શોપિંગ વગેરે સામેલ છે. આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન 34.5 મિલિયનથી વધારે યુઝર્સને ખરીદીનો આનંદ ઓફર કરવા યોનોએ એમેઝોન, ઓયો, પેપરફ્રાય, સેમસંગગ અને યાત્રા સહિત ટોચના કેટલાંક મર્ચન્ટ સાથે પાર્ટનરશિપ કરી છે.
યોનો સુપર સેવિંગ ડેઝમાં ગ્રાહકો ઓયો સાથે હોટેલ બુકિંગ પર 50 ટકા સુધીની છૂટ, Yatra.com સાથે ફ્લાઇટ બુકિંગ પર 10 ટકા ડિસ્કાઉન્ટ, સેમસંગના મોબાઇલો, ટેબ્લેટ અને વોચ પર 15 ટકા ડિસ્કાઉન્ટ તેમજ અન્ય એક્સક્લૂઝિવ ફાયદાનો લાભ લઈ શકે છે. ઉપરાંત યોનોના યુઝર્સને પેપરફ્રાયમાંથી ફર્નિચરની ખરીદી કરવા વધુ 7 ટકા ડિસ્કાઉન્ટ અને એમેઝોન પર પસંદગીની કેટેગરીઓ પર ખરીદી કરવા પર 20 ટકા સુધીનું કેશબેક મળશે.
SBIના એમડી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) સી એસ શેટ્ટીએ કહ્યું હતું કે, “આ નવા વર્ષમાં આનંદ અને ઉત્સાહ વધારવા અમને અમારા ગ્રાહકો માટે યોનો સુપર સેવિંગ ડેઝની જાહેરાત કરવાની ખુશી છે. બેંકની આ વિશેષ પહેલ વિવિધ શોપિંગ કેટેગરીઓમાં આકર્ષક ડિલ અને ડિસ્કાઉન્ટ સાથે યોનો દ્વારા અમારા ગ્રાહકોની ખરીદીની જરૂરિયાતો પૂર્ણ કરવાનું એક વધુ પગલું છે.
અમે યોનોના અમારા કિંમતી ગ્રાહકો માટે ખાસ ડિઝાઇન કરેલી આ મેગા શોપિંગ ઇવેન્ટમાં ગ્રાહકોની ભાગીદારી મેળવવા આતુર છીએ. વળી યોનોના યુઝર્સ વધી રહ્યાં છે અને ગ્રાહકો વચ્ચે એની લોકપ્રિયતા વધી રહી છે, જે જોઈને અમને આનંદ પણ થાય છે. SBIમાં અમે અમારા ગ્રાહકોને તેમની બેંકિંગ અને લાઇફસ્ટાઇલની જરૂરિયાતો સુવિધાજનક રીતે પૂરી પાડવા સતત પ્રયાસરત છીએ.”
યોનો SBIએ ભારતીય બેંક અને ખરીદી કરવાની રીતને નવેસરથી પરિભાષિત કરી છે. પ્લેટફોર્મ દેશમાં નાણાકીય અને જીવનશૈલી સાથે સંબંધિત સેવાઓનું ડિજિટાઇઝેશન કરવા નોંધપાત્ર પ્રેરકબળ તરીકે પણ કામ કરે છે. ફક્ત 3 વર્ષમાં યોનોએ 74 મિલિયન ડાઉનલોડિંગ અને 34.5 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ યુઝર્સ સાથે નોંધપાત્ર વૃદ્ધિ કરી છે.
યોનોએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ, મલ્ટિ-કેટેગરી, ગિફ્ટિંગ, હોમ એન્ડ ફર્નિશિંગ, ટ્રાવેલથી લઈને કારના બુકિંગ તથા ઝીરો પ્રોસેસિંગ ફી અને આકર્ષક વ્યાજદરે કાર અને હોમ લોનનો લાભ લેવાના વિકલ્પ સાથે SBI એપ્રૂવ્ડ મિલકતો સહિત 20થી વધારે કેટેગગરીઓમાં 100થી વધારે ઇ-કોમર્સ કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. બેંકનાં ફ્લેગશિપ બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ – યોનોએ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.