SBIનાં તમામ 44.51 કરોડ સેવિંગ્સ બેક એકાઉન્ટને મંથલી બેલેન્સ જાળવવામાંથી મુક્તિ
એસબીઆઈએ તમામ સેવિંગ્સ બેંક એકાઉન્ટને એવરેજ મંથલી બેલેન્સમાંથી મુક્તિ આપી
- એસબીઆઈએ ત્રિમાસિક ધોરણે એસએમએસ ચાર્જીસમાંથી પણ મુક્તિ આપી
- એસબીઆઈનાં તમામ ગ્રાહકો હવે તેમનાં એસબી એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ સુવિધાનો લાભ લઈ શકશે
મુંબઈ: ગ્રાહકને ખુશ કરવા અને બેંકિંગનો સરળ અનુભવ આપવા એક મુખ્ય પહેલમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ સેવિંગ્સ બેંક એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સ (એએમબી)ને જાળવવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલ દેશમાં નાણાકીય સર્વસમાવેશકતા પ્રોત્સાહન આપવા પ્રયાસોને વેગ આપશે. એએમબી જાળવવા પરનાં ચાર્જમાંથી હવે એસબીઆઈનાં તમામ 44.51 કરોડ સેવિંગ્સ બેંક એકાઉન્ટને માફી મળી છે. અત્યારે એસબીઆઈ સેવિંગ્સ બેંકનાં ગ્રાહકોને મેટ્રો, અર્ધશહેરી અને ગ્રામીણ શહેરોમાં અનુક્રમે રૂ. 3000, રૂ. 2000 અને રૂ. 1000 જાળવવાની જરૂર છે. સામાન્ય રીતે બેંકો એએમબીનો નોન-મેઇન્ટેનન્સ પર રૂ. 5થી રૂ. 15થી વધારેની પેનલ્ટી લગાવે છે.
‘કસ્ટમર્સ ફર્સ્ટ’ (સૌપ્રથમ ગ્રાહકો) અભિગમને ધ્યાનમાં રાખીને બેંકે એસએમએસ ચાર્જમાંથી પણ માફી આપી છે. બેંકનું આ પગલું બેંકના તમામ ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળશે. બેંક તમામ બકેટ માટે એસબી એકાઉન્ટ પર વાર્ષિક 3 ટકાનું ફ્લેટ વ્યાજ પણ તાર્કિક કર્યું છે.
એસબીઆઈનાં ચેરમેન રજનીશ કુમારે આ માફીની જાહેરાત કરતાં કહ્યું હતું કે, “આ જાહેરાથી અમારા કિંમતી ગ્રાહકોને વધારે રાહત અને ખુશી મળશે. એએમબીમાંથી મુક્તિ એસબીઆઈની ગ્રાહકોને વધારે સુવિધા આપવાની અને બેંકિંગ અનુભવને સરળ બનાવવાની વધુ એક પહેલ છે. અમારું માનવું છે કે, આ પહેલ અમારા ગ્રાહકોને એસબીઆઈ સાથે બેંકિંગ સુવિધાઓ મેળવવા વધારે સક્ષમ બનાવશે અને એસબીઆઈમાં તેમનો વિશ્વાસ વધારશે.”