Western Times News

Gujarati News

SBIમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂપિયા ૩.૨ લાખનો ચુનો લગાવ્યો

Files Photo

ગાંધીનગર, ગાંધીનગરના અડાલજમાં એક ગ્રાહકે મૂકેલી એફડીને આધાર બનાવીને કોઈ સાયબર ગઠિયાએ એસબીઆઈમાંથી ઓવર ડ્રાફ્ટ લોન લઈ બારોબાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને ૩.૨૪ લાખનો ચૂનો લગાવ્યો હતો. આ ઘટનાની જાણ ભોગ બનનાર વ્યક્તિને પણ ત્યારે જ થઈ જ્યારે તેઓ જરુરિયાતના સમયે પોતાની એફડી તોડાવવા માટે પહોંચ્યા હતા.

જાેકે બેંકે તો પોતાની જાણે કંઈ જવાબદારી જ ન બનતી હોય તેમ હાથ ઉંચા કરી દીધા હતા. જાેકે અંતે પીડિત ગ્રાહકે આ અંગે પોલીસમાં ફિયાદ કરી તો શરુઆતમાં પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી કે આખરે આ ગઠિયાએ કઈ રીતે લૂંટને અંજામ આપ્યો હશે. આ અંગે અડાલજ પોલીસ મથકના ચોપડે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બનાવની વિગત મુજબ અડાલજ ત્રિમંદિર દાદા ભગવાન ફાઉન્ડેશનમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતા ચિરાગ સોલંકીનું એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. ગત. તા. ૬/૪/૨૦૨૧ ના રોજ ચિરાગે ૩ લાખ ૬૧ હજાર ૮૭૭ રૂપિયા ફિક્સ ડિપોઝીટમાં એક વર્ષ માટે મૂક્યા હતા.

જાેકે, પૈસાની જરૂરિયાત ઊભી થતાં ચિરાગ બેંકમાં એફડી તોડવા માટે ગયો હતો. એ વખતે બેંકના કર્મચારીએ કહેલું કે સાંજ સુધીમાં ખાતામાં પૈસા જમા થઈ જશે. આથી ચિરાગ ઘરે જતો રહ્યો હતો.

સાંજના બેંકમાંથી ફોન આવેલો કે તેણે મુકેલી એફડી ઉપર ઓવર ડ્રાફ્ટ લોન લઈ રૂ. ૩. ૨૪ ના ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા લઈ લેવામાં આવ્યા છે. આ સાંભળી ચિરાગ એકદમ ચોંકી ઉઠયો હતો. કેમકે તેણે એફડી ઉપર કોઈ પ્રકારની લોન લીધી નથી. તેમજ નેટ બેન્કિંગ પણ યુઝ કરવામાં આવતું નથી. તો કોઈ જાતનો બેંક તરફ મેસેજ, ઓટીપી પણ આવ્યો ન હતો.

બાદમાં ચિરાગ બેંકમાં જઈને તપાસ કરે છે ત્યારે માલુમ પડે છે કે કોઈ ભેજાબાજ ગઠિયાએ બેંકમાં મુકેલી એફડી ઉપર ઓવર ડ્રાફ્ટ લોન લઈને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને ૩.૨૪ લાખનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે.

આ મામલે બેંક તરફથી જવાબ મળ્યો હતો કે ઓનલાઇન બધી પ્રોસેસ થઈ હોવાથી અમે કશું કરી શકીએ નહીં. તમે પોલીસ ફરિયાદ દાખલ કરો. જેનાં પગલે ચિરાગ સોલંકીએ અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.