SBIમાં ગર્ભવતી મહિલાની ભરતીની નિર્દેશિકાનો વિવાદ
નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગે દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને નોટિસ જારી કરતા કહ્યુ કે તેમને પોતાની ભરતી સંબંધિત એક ગાઈડલાઈનને પરત ખેંચવી જાેઈએ. આ ગાઈડલાઈનને આયોગે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવી છે.
એસબીઆઈની ભરતીને લઈને એક ગાઈડલાઈન છે જે અનુસાર, બેન્ક ત્રણ મહિના કરતા વધારેની ગર્ભવતી મહિલાઓને નોકરી આપવાની મનાઈ કરે છે. જેની પાછળ તેમનો તર્ક છે કે આવી મહિલાઓ અસ્થિર રીતે નોકરી માટે ફિટ હોતી નથી. દિલ્હી મહિલા આયોગે બેન્કની આ ગાઈડલાઈનને ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવી છે.
સ્વાતિ માલીવાલનુ કહેવુ છે કે કોઈ બેન્ક આને આધાર બનાવીને કોઈ મહિલાને નોકરીથી કેવી રીતે મનાઈ કરી શકે છે, તેથી તેમણે બેન્કને નોટિસ મોકલીને આ ગાઈડલાઈનને પરત ખેંચવાનુ કહ્યુ છે.SSS