SBI અને NPCIએ યોનાના યુઝર્સ માટે યુપીઆઈ જાગૃતિ અભિયાન શરૂ કરશે
મુંબઈ: દેશની સૌથી મોટી ધિરાણકાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તથા રિટેલ અને ડિજિટલ પેમેન્ટ્સની સર્વોચ્ચ સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વસ્તીના તમામ વર્ગોમાં યુપીઆઈ વ્યવહારોની પહોંચ વધારવા પર એક કટિબદ્ધ અભિયાન શરૂ કરવા જોડાણ કર્યું છે.
આ સંયુક્ત પહેલનો ઉદ્દેશ યુપીઆઈ પેમેન્ટ્સને વેગ આપવા એસબીઆઈના બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોના યુઝર્સને પ્રોત્સાહન આપવાનો આપવાનો છે, જે સરળ, સલામત અને તાત્કાલિક વ્યવહાર કરવાની સુવિધા આપે છે.
વર્ષ 2017માં શરૂઆત થયા પછી અત્યાર સુધી યોનોએ 34 લાખ યુપીઆઈ રજિસ્ટ્રેશન મેળવ્યાં છે, જેની સાથે રૂ. 2,520 કરોડથી વધારે મૂલ્યના 62.5 લાખથી વધારે નાણાકીય વ્યવહારો થયા છે. આ પ્લેટફોર્મ પર હાલ યુપીઆઈના દૈનિક વ્યવહારોની સરેરાશ 27,000 (છેલ્લાં 30 દિવસ) છે.
આ અભિયાન દ્વારા એનપીસીઆઈ અને એસબીઆઈ બંને યોનાના પ્લેટફોર્મમાં વધારે ગ્રાહકોને ઓન-બોર્ડ લાવવાના પ્રયાસો કરશે તથા તેમને યુપીઆઈના ફાયદા વિશે જાણકારી આપશે, જેથી ઇકોસિસ્ટમમાં વધુને વધુ યુપીઆઈ યુઝર્સ આવે.
એનપીસીઆઈના સીઓઓ શ્રીમતી પ્રવીણા રાયે કહ્યું હતું કે, “અમને યોનોના યુઝર્સ વચ્ચે યુપીઆઈની જાગૃતિ લાવવા પ્રોત્સાહન આપીને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા એસબીઆઈ સાથે જોડાણ કરવાની ખુશી છે. ગ્રાહકોને તેમના યુપીઆઈ આઇડી અને એનો ઉપયોગ કરવાની જાણકારી હોવી જોઈએ.
પછી તેઓ યોના એપમાંથી અન્ય કોઈ બેંક કે પેમેન્ટ એપમાં તેમની સુવિધાએ પેમેન્ટ કરી શકશે કે મેળવી શકશે. આ અભિયાન સાથે અમારો ઉદ્દેશ યુપીઆઈ યુઝર્સની સંખ્યા વધારવાનો છે, જે લેસ-કેશ અર્થતંત્ર તરફ એક વધુ પગલું છે. અમે એનપીસીઆઈમાં વિવિધ અભિયાન મારફતે ગ્રાહકો વચ્ચે યુપીઆઈને હંમેશા પ્રોત્સાહન આપીએ છીએ, જેથી તેઓ તેમના હાથમાં સ્માર્ટફોન સાથે સરળ અને કેશલેસ ખરીદીનો અનુભવ મેળવે છે.”
એસબીઆઈના ડીએમડી (સ્ટ્રેટેજી એન્ડ ચીફ ડિજિટલ ઓફિસર) શ્રી રવિન્દ્ર પાંડેએ કહ્યું હતું કે, “યુપીઆઈમાં માસિક ધોરણે ઊંચી વૃદ્ધિ થાય છે, જે ગ્રાહકોની ડિજિટલ પેમેન્ટની સ્વીકાર્યતાની ઇચ્છાનો પુરાવો છે. આ નાણાકીય વર્ષમાં યોનો પ્લેટફોર્મ પર રૂ. 2086 કરોડના 5.30 મિલિયન વ્યવહારો થયા હતા.
અત્યારે યુપીઆઈ ભારતમાં સૌથી વધુ પસંદગીની ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ પૈકીની એક છે, જેની સાથે 207થી વધારે બેંકો જોડાયેલી છે. જાન્યુઆરી, 2021 સુધી આશરે 664.75 મિલિયન વ્યવહારો પ્રોસેસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) સેગમેન્ટમાં મોખરે રહી હતી.”