Western Times News

Gujarati News

SBI ઉપરાંત યસ બેંકને ૭ ઇન્વેસ્ટર મળતા રાહત થઇ

FilesPhoto

૧૧૭૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા તૈયારી -HDFC અને ICICI ૧૦૦૦ કરોડ રોકવા તૈયારઃ કોટક અને AXIS પણ રોકાણના મૂડમાં
નવી દિલ્હી,  SBI  બાદ પ્રાઇવેટ સેક્ટરની અન્ય બેંક પણ યશ બેંકમાં રોકાણ કરવા માટે સપાટી ઉપર આવી છે. આઈસીઆઈસીઆઈ બેંકે આજે કહ્યું હતું કે તે બેંકમાં ૧૦૦૦ કરોડ રૂપિયનું રોકાણ કરશે. બેંકે શેરબજારને સૂચના આપી છે કે, આ રોકાણથી આઈસીઆઈસીઆઈ બેંકની યશ બેંકમાં હિસ્સેદારી પાંચ ટકાથી વધારે થઇ જશે. નવેસરની માહિતી મુજબ એચડીએફસી બેંકે યસ બેંકમાં છ ટકા હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી છે.

આ માટે ૧૦૦ કરોડ રૂપિયા રોકાણ કરવાની વાત કરી છે. આ બંને બેંકો ઉપરંત એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, રાધાકૃષ્ણ દામાની, રાકેશ ઝુનઝુનવાલા, અજીમ પ્રેમજી પણ ૫૦૦-૫૦૦ કરોડ રૂપિયા રોકાણ કરીને ૩-૩ ટકાની હિસ્સેદારી ખરીદશે.

એસબીઆઈએ પહેલા જાહેરાત કરી હતી કે, તે આ બેંકમાં ૭૨૫ કરોડ શેર ૧૦ રૂપિયાના ભાવથી ખરીદી લેશે. આ રીતે યસ બેંકમાં ૭૨૫૦ કરોડનું રોકાણ કરશે. સ્ટેટ બેંકે હાલમાં જ યસ બેંકના એડમિનિસ્ટ્રેટર પ્રશાંત કુમારને બેંકના નવા સીઈઓ તરીકે નિમ્યા છે. એસબીઆઈએ રિઝર્વ બેંકને સોંપવામાં આવેલા પ્લાનમાં કહેવામાં આવ્યું છે કે, બેંકમાં લિÂક્વડીટી જાળવી રાખવા માટે પÂબ્લક સેક્ટરની બેંક ૩૦૦૦૦ કરોડ રૂપિયા જમા કરશે.

શુક્રવારે બપોરે નાણામંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદ યોજી હતી. સીતારામને કહ્યું હતું કે, યસ બેંકને મુશ્કેલમાંથી બહાર કાઢવા ઝડપથી કામ ચાલી રહ્યું છે. પહેલા તેની મૂડી ૧૧૦૦ કરોડ રૂપિયા આંકવામા આવી હતી જેને વધારીને હવે ૬૨૦૦ કરોડ કરી દેવામાં આવી છે. સ્ટેટ બેંકે પહેલા કહ્યું હતું કે, તે ૪૯ ટકા હિસ્સો ૨૪૫૦ કરોડ રૂપિયામાં ખરીદશે. હવે ૭૨૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર છે. મિડિયામાં એવા અહેવાલ આવ્યા છે કે, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પણ યસ બેંકમાં રોકાણ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.