Western Times News

Gujarati News

SBI કાડ્‌ર્સનો આઇપીઓ ૨જી માર્ચે ખુલશે

અમદાવાદ,  એસબીઆઈ કાડ્‌ર્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડએ તા.૨ માર્ચ, ૨૦૨૦નાં રોજ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં દરેક ઇક્વિટી શેર (ઇક્વિટી શેર)ની ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે અને દરેક ઇક્વિટી શેરની પ્રાઇઝ બેન્ડ રૂ. ૭૫૦થી રૂ. ૭૫૫ છે (જેમાં શેરનું પ્રીમિયમ સામેલ છે) એમ એસબીઆઇ ક્રેડિટકાર્ડના એમડી અને સીઇઓ હરદયાલ પ્રસાદ અને સીએફઓ નલીન નેગીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આઇપીઓમાં રૂ. ૫,૦૦૦ મિલિયન ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને ૧૩૦,૫૨૬,૭૯૮ ઇક્વિટી શેર (ધ ઓફર્ડ શેર)ના વેચાણની ઓફર સામેલ છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા ૩૭,૨૯૩,૩૭૧ ઇક્વિટી શેર અને સીએ રોવર હોલ્ડિંગ્સ (સીએ રોવર) (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર અને તથા સંયુક્તપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, સેલિંગ શેરહોલ્ડર અને આ પ્રકારની ઓફરને ઓફર ફોર સેલ કહેવાય છે તેમજ સંયુક્તપણે ફ્રેશ ઇશ્યૂ, ધ ઓફર)નાં ૯૩,૨૩૩,૪૨૭ ઇક્વિટી શેર સામેલ છે.  બિડ લઘુતમ ૧૯ ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી ૧૯ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. બિડ-ઓફર તા.૫ માર્ચ, ૨૦૨૦નાં રોજ બંધ થશે.

ઓફરમાં લાયકાત ધરાવતા કર્મચારીઓ (અહીં હવે પછી પરિભાષિત કરવામાં આવ્યા છે) (ધ એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) દ્વારા સબસ્ક્રિપ્શન માટે ૧,૮૬૪,૬૬૯ ઇક્વિટી શેરનું રિઝર્વેશન તથા એસબીઆઈ શેરહોલ્ડર્સ (અહીં હવે પછી પરિભાષિત કરવામાં આવ્યાં છે) (ધ એસબીઆઈ શેરહોલ્ડર રિઝર્વેશન પોર્શન) દ્વારા એસબીઆઈ દ્વારા સબસ્ક્રિપ્શન માટે ૧૩,૦૫૨,૬૮૦ ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે.

તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૦નાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ (આરએચપી)માં સૂચિત નિયમો અને શરતોને સુસંગત રીતે લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ રૂ. ૬૭૫ આપવામાં આવશે. ઓફરમાં એમ્પ્લોયી રિઝર્વેશનનો હિસ્સો સામેલ નથી અને એસબીઆઈ શેરધારકોનાં રિઝર્વ હિસ્સાનો ઉલ્લેખ અહીં હવે પછી નેટ ઓફર તરીકે થયો છે, જે કુલ ઇક્વિટી શેર સુધીનો છે.

ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ડીએસપી મેરિલ લીંચ લિમિટેડ, એચએસબીસી સીક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્‌સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્‌સ લિમિટેડ છે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ દ્વારા ઓફર થનાર ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.