SBIએ કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરવા રૂ. 70 કરોડની ફાળવણી કરી
મુંબઈ : પોતાના વિઝનને સાકાર કરવા અને માઠી સ્થિતિમાં લડવા દેશને ટેકો આપવાના અભિયાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરવા દેશવાસીઓને મદદરૂપ થવા વિવિધ પહેલો હાથ ધરવા રૂ. 71 કરોડની ફાળવણી કરી છે. SBI allocates Rs. 70 Crore to combat the 2nd wave of COVID-19
બેંકે કેટલાંક સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં 1,000 બેડની મેકશિફ્ટ હોસ્પિટલો સ્થાપિત કરવા, 250 બેડની આઇસીયુ સુવિધાઓ ઊભી કરવા અને 1,000 બેડની આઇસોલેશન સુવિધાઓ ઊભી કરવા રૂ 30 કરોડનું દાન કર્યું છે. આ સુવિધાઓ વિવિધ શહેરોમાં સંબંધિત સરકારી હોસ્પિટલો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાણમાં સ્થાપિત કરશે.
The SBI Bank allocates Rs. 30 Crore for setting up 1,000 bed makeshift hospitals for COVID-19 patients in some of the worst affected states, Additional sum of Rs. 21 Crore has been allocated to Circles to support initiatives at the local level by way of life-saving healthcare equipment, oxygen supply to hospitals, COVID-19 care centres, ambulances to transport COVID-19 patients, PPE kits, masks, providing food relief, etc.
એસબીઆઈ મેકશિફ્ટ હોસ્પિટલો સ્થાપિત કરવા ભાગીદારી કરવા વિવિધ નિયુક્ત સત્તામંડળો સાથે વાત કરી છે. બેંક જીનોમ-સીક્વન્સિંગ ઇક્વિપમેન્ટ/લેબ અને રસી સંશોધન ઉપકરણ/પ્રયોગશાળાઓ માટે સરકારને રૂ. કરોડનું પ્રદાન કરશે.
ઉપરાંત એસબીઆઈએ જીવનરક્ષક આરોગ્યલક્ષી ઉપકરણની ખરીદી કરવા અને હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો વધારવા સહિત નાગરિકોની તાત્કાલિક તબીબી જરૂરિયાતોનું સમાધાન કરવા તમામ 17 લોકલ હેડ ઓફિસને રૂ. 21 કરોડની ફાળવણી કરી છે.
બેંક પીપીઇ કિટ્સ, માસ્ક, રેશન અને રાંધેલુ ભોજન પ્રદાન કરવા પ્રદાન કરશે. બેંક સમુદાયલક્ષી પરીક્ષણ, રસીકરણને મજબૂત કરે એવા પરિબળો, કોવિડ-19 સાથે સંબંધિત બાબતો માટે હેલ્પલાઇન ઊભી કરવા, ઓક્સિજનનો પુરવઠો પ્રદાન કરવા અને અન્ય મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ વિવિધ બિનસરકારી સંસ્થાઓ સાથે જોડાણમાં રૂ. 10 કરોડનો ખર્ચ કરશે.
એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમે કોરોનાની બીજી લહેર સામે લડવા સમાજને મદદરૂપ થવા નાનું પ્રદાન કરીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. અમે ભારતના નાગરિકોને ફંડ, સંસાધનો ઉપલબ્ધ કરાવવા અને તેમના સુધી પહોંચવા કટિબદ્ધ છીએ તેમજ વાયરસ સામે લડવા સરકારના પ્રયાસોમાં પણ સામેલ છીએ. હું દરેકને જરૂરિયાતના સમયમાં લોકોને કોઈ પણ સ્વરૂપે મદદ કરવા અને કોવિડ19 મુક્ત દેશ બનાવવામાં પ્રદાન કરવા અપીલ કરું છું.”
એસબીઆઈ એના કર્મચારીઓના રસીકરણ માટે વિવિધ હોસ્પિટલો સાથે જોડાણ ધરાવે છે. બેંકે એના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રસીકરણના ખર્ચનું વહન કરવાનો નિર્ણય પણ લીધો છે. બેંકે કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે દેશભરમાં એના તાલીમ કેન્દ્રોમાંથી 60ને આઇસોલેશન/ક્વારેન્ટાઇન કેન્દ્રોમાં પરિવર્તિત પણ કર્યા છે.
ગયા વર્ષે એસબીઆઈએ ભારતમાં કોરોનાવાયરસ રોગચાળા સામે લડવા એના વાર્ષિક નફાનો 0.25 ટકા હિસ્સો પ્રદાન કર્યો હતો અને પીએમ કેર્સ ફંડમાં રૂ. 108 કરોડનું દાન કર્યું હતું. ઉપરાંત એસબીઆઈએ સરકારના રસીકરણ અભિયાનને ટેકો આપવા રૂ. 11 કરોડનું દાન પણ કર્યું છે.