30 ગૌશાળાના ખાતા ખોલવા માટે SBI બેંકના ગલ્લાતલ્લા!
તાલાલા, તાલાલા પંથકની પબ્લિક ટ્રસ્ટે એક્ટ હેઠળ નોંધાયેલી સરકાર માન્ય ૩૦ ગૌશાળાને પશુ નિભાવ અને સરકાર તરફથી મળતી સહાય જે તે ગૌશાળાના ખાતામાં જમા થઈ શકે એ માટે ગીર સોમનાથ જીલ્લા કલેકટરે તા.૩૧-૧ર-રરના રોજ પરિપત્ર જાહેર કરી ઝીરો બેલેન્સથી રાષ્ટ્રીય કૃત બેેંકમાં ખાતા ખોલવા સુચના આપી હતી.
પરંતુ તાલાલા એસબીઆઈ બેંકના સતાવાળાઓ ખાતુ ખોલી આપવા અવિરત ધક્કા ખવડાવતા હોવાથી બેંકના મનસ્વી અધિકારી સામે ભારે રોષ ફેલાયો છે.
તાલાલા પંથકની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ગૌશાળાને પશુદીઠ રૂા.૩૦ નિભાવ ખર્ચ સરકાર આપે છે. પશુ નિભાવની સહાય ગૌશાળાને સમયસર મળે એ માટેેે ગૌશાળાના સંચાલકોને તુરત ઝીરો બેલેન્સથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતુ ખોલી તેની વિગતો મોકલી આપવા જીલ્લા કલકટર મારફતે ગૌશાળાને પરિપત્રો મોકલવામાં આવ્યા હતા.
તાલાલા એસબી.આઈના અધિકારીઓ સરકારના પરિપત્રને પણ ઘોળીને પી ગયા હોય એમ ગૌશાળાના સંચાલકોને બેંકમાં ખાતા ખોલવા ધક્કા ખવડાવે છે.
બેંકના અધિકારીઓની મનમાનીની વિગતો સાથે વીરપુર ગીર ગૌશાળાના સંચાલકોએેે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત ફરીયાદ કરી તુરંત તપાસ કરવા માંગ કરી છે.