SBI એ સૌર ઊર્જા પ્રોજેક્ટને ધિરાણ આપવા ટાટા પાવર સાથે જોડાણ કર્યું
SBIએ ‘સૂર્ય શક્તિ સેલ’ની શરૂઆત કરી; મુંબઈમાં સ્થાપિત આ સેન્ટ્રલાઇઝ સેલ ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ સૌર પ્રોજેક્ટ માટે લોનની અરજીઓ પર પ્રક્રિયા કરશે
· સૂર્ય શક્તિ સેલનું ઉદ્ઘાટન એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાની હાજરીમાં કર્યું
સૌર ઊર્જાના વિવિધ પ્રોજેક્ટ માટે હાલની ધિરાણ વ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે દેશી સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ પ્રતિબદ્ધ સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેલ –‘સૂર્ય શક્તિ સેલ’ શરૂ કર્યો છે. SBI launches ‘Surya Shakti Cell’; partners with Tata Power for financing Solar projects
બેંકે સૌર પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ (ટાટા પાવરની કંપની) સાથે સમજૂતી કરી છે. મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટમાં સ્થાપિત સૂર્ય શક્તિ સેલ વ્યવસાયિક કંપનીઓ તેમજ ઘરો દ્વારા સ્થાપિત કરવા માટે સમગ્ર ભારતમાં સૌર પ્રોજેક્ટ (1 મેગાવોટ સુધીની ક્ષમતા) માટે લોનની તમામ અરજીઓની પ્રોસેસ કરશે.
સૂર્ય શક્તિ સેલનું ઉદ્ઘાટન એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ ટાટા પાવર કંપની લિમિટેડના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાની હાજરીમાં કર્યું હતું.
બેંકનો ઉદ્દેશ વિવિધ સૌર પ્રોજેક્ટ માટે લોનની અરજીની ડિજિટલ અને સરળ સફર માટે સંપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ ડિજિટલ પહેલ સાથે એસબીઆઈ વિવિધ સૌર પ્રોજેક્ટ માટે સ્પર્ધાત્મક દરે સંપૂર્ણ સમાધાન પ્રદાન કરશે.
આ ઉપરાંત સંપૂર્ણ વ્યવસ્થા વિચારીને સ્થાપિત કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને જરૂરી તમામ સાથસહકાર મળે અને ઉચિત ઉપકરણ પસંદ કરવા માર્ગદર્શન મળે, તેમના ઘરઆંગણે ટેકનિકલ સમસ્યાઓનું સમાધાન મળશે અને સ્પર્ધાત્મક દરે તેમની લોનની ઝડપી મંજૂરી મળશે.
એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમને ભારતમાં વિવિધ સૌર પ્રોજેક્ટને ધિરાણને નવી દિશા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે સૂર્ય શક્તિ સેલ શરૂ કરવાની ખુશી છે. અમને આ પહેલમાં ટાટા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડ સાથે જોડાણ કરવાની અતિ ખુશી છે, જે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા સીઓપી26 સમજૂતીના વૈશ્વિક ઉદ્દેશોને સુસંગત છે.
પર્યાવરણને અનુકૂળ સૌર ઊર્જા સાથે અમારું માનવું છે કે, અમે પરંપરાગત ઊર્જાનો ઉપયોગ સાથે સંબંધિત તેમજ આબોહવામાં પરિવર્તનના પ્રવર્તમાન પડકારોનું સમાધાન કરી શકીએ.
આ પ્રકારની પહેલો સ્થાનિક અર્થતંત્રોનું નિર્માણ કરવામાં અને દેશને ભવિષ્યની ઊર્જાની સુરક્ષા કરવા અગ્રેસર થવા સક્ષમ બનાવીશું. એસબીઆઈમાં અમે પુનઃપ્રાપ્ય ઊર્જાના મજબૂત ઘટકો ધરાવીએ છીએ અને દેશમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા કટિબદ્ધ છીએ.”
ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે,“અમને સૂર્ય શક્તિ સેલની આ પહેલમાં એસબીઆઈ સાથે જોડાણ કરવાની ખુશી છે, જે પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદનો અને સેવાઓને અમારા ગ્રાહકો માટે વધારે વાજબી અને સુલભ બનાવવા માટે અમારી કટિબદ્ધતાનો પુરાવો છે.
આ પ્રકારનું જોડાણ અમને અમારા #DoGreen અભિયાનમાં મદદરૂપ થશે, જે સૌર ઊર્જાના સમાધાનો અપનાવવા અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્યનું સહસર્જન કરવામાં અમને જોડવા બદલ પ્રોત્સાહન આપે છે.”