SBI બેંકે NRI ગ્રાહકો માટે ખાતુ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવી
એસબીઆઇએ ટેબ–આધારિત ડિજિટલ એનઆરઆઇ એકાઉન્ટ ઓનબોર્ડિંગ રજૂ કર્યું
- સરળ ડિજિટલ ઇન્ટિગ્રેશન અને કાર્યક્ષમતા સાથે એનઆરઆઇ માટે ખાતુ ખોલવાની સરળ પ્રક્રિયા
- નવી ટેબ-આધારિત પ્રક્રિયા રિયલ-ટાઇમ એકાઉન્ટ એક્ટિવેશન ઓફર કરે છે તેમજ ઘરેલુ અને પસંદગીના આંતરરાષ્ટ્રીય કેન્દ્રો ઉપર પેપરલેસ સુવિધા આપે છે
મુંબઇ, દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)એ નોન-રેસિડેન્ટ એક્સટર્નલ (એનઆરઇ) અને નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી (એનઆરઓ)ના ખાતા ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેબ-આધારિત એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ઓન-બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ પહેલનું ઉદઘાટન એસબીઆઇના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીએ કર્યું હતું અને તેને ભારતમાં એસબીઆઇની બ્રાન્ચ અને પસંદગીની વિદેશી ઓફિસમાં ઉપલબ્ધ કરાવાઇ છે, જેમાં ખાતુ ખોલવાની કાર્યક્ષમતા અને સુવિધા વધારવા માટે ડિજિટલ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પહેલ ફિઝિકલ પેપરવર્કની જરૂરિયાતને દૂર કરે છે, જેનાથી બ્રાન્ચમાં અને ગ્રાહકોની મુલાકાત દરમિયાન દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી કરીને ખાતું ખોલવાની પ્રક્રિયા ઝડપી બને છે તેમજ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને અનુકૂળ બને છે.
આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં એસબીઆઇના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીએ સોલ્યુશનની પરિવર્તનકારી સંભાવનાઓને હાઇલાઇટ કરતાં કહ્યું હતું કે, “ટેબ-આધારિત એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ એનઆરઆઇ એકાઉન્ટ ઓન-બોર્ડિંગ ગ્રાહક અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરવામાં અદ્યતન ટેક્નોલોજીનો લાભ લેવામાં મહત્વપૂર્ણ પહેલ છે. આ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ સોલ્યુશન ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે તથા સુવિધાજનક ડિજિટલ અનુભવ ડિલિવર કરે છે.”
આ સોલ્યુશન બેંકિંગ શ્રેષ્ઠતા તેમજ નવીનતા પ્રત્યે એસબીઆઇની કટીબદ્ધતા ઉપર ભાર મૂકે છે. તેની સેવાઓમાં ટેકનોલોજીને એકીકૃત કરીને બેંક ગ્રાહકોને સશક્ત બનાવે છે તથા તેમની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તેમજ વૈશ્વિક બેંકિંગ કાર્યક્ષમતા અને સુલભતા માટે નવા ધોરણો પણ સ્થાપિત કરે છે.