SBI લાઈફ અને લખનઉ સુપર જાયન્ટ્સે ‘લાર્જર ધેન લાઈફ’ હેલમેટનું અનાવરણ કર્યું
નવી દિલ્હી, એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સ્થાપિત કરવામાં આવેલ વિશાળ હેલમેટનું સ્મારક મેદાનની અંદર અને મેદાનની બહાર બંને બાજુએ સુરક્ષાના મહત્વને દર્શાવે છે.
એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સે, દેશમાં ટોચની ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકી એક લખનઉ સુપર જાયન્ટ્સ (ન્જીય્) સાથે મળી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અદભૂત ‘લાર્જર-ધેન-લાઇફ’ હેલ્મેટની પ્રતિકૃતિ સ્થાપિત કરી છે.
લખનઉના હોમ ગ્રાઉન્ડ ખાતે ૨૭ ફૂટની ઊંચાઈ અને ૩૪ ફૂટ પ્રભાવશાળી પહોળાઈ ધરાવતા વિશાળ હેલ્મેટના સ્મારકને સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર પર જ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે મુલાકાત લેતા ક્રિકેટ ચાહકો અને શહેરની આસપાસની વસ્તી માટે વિઝ્યુઅલ ટ્રીટ તરીકે સેવા આપે છે. આ હેલમેટનું સ્ટ્રક્ચર સ્થાપિત કરવા પાછળનો હેતુ લોકોમાં જીવન વીમાની જરૂરિયાતો અને મહત્વ વિશે જાગૃત્તિ ફેલાવવાનો
તેમજ મેદાનમાં અને મેદાનની બહાર સુરક્ષાના માપદંડો વિશે વાતચીત કરવાનો છે. ક્રિકેટ રસિકોનું ધ્યાન ખેંચતાં આ યુનિક સ્ટ્રક્ચરનો હેતુ લખનઉ શહેરના સ્થાનિકો સુધી અનિશ્ચિતતાઓ વિરૂદ્ધ પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવા સાથે “લાઈફ પ્રોટેક્શન સે બડા કુછ નહિં” સંદેશ પહોંચાડવાનો છે. આ ‘લાર્જર-ધેન-લાઈફ’ હેલમેટનું અનાવરણ એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના કોર્પોરેટ કોમ્યુનિકેશન
અને સીએસઆર ચીફ ઓફ બ્રાન્ડ શ્રી રવિન્દ્ર શર્મા, લખનઉના ડીસીપી ટ્રાફિક સલમાનતાજ જફર તાજ પાટિલ, લખનઉ વુમન ક્રાઈમ સેફ્ટી ડીસીપી શ્રી કમલેશ કુમાર દિક્ષિત, તથા એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ લખનઉના રિજનલ ડિરેક્ટર શ્રી રાહુલ રાહી, સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.