ઇન્ડિયન બેંકે બેંકાશ્યોરન્સ સમજૂતી માટે એસબીઆઈ લાઇફ સાથે જોડાણ કર્યું
ભારતની સૌથી જૂની અને દેશમાં સરકારી ક્ષેત્રની બેંકોમાં વિશ્વસનિય સરકારી બેંક ઇન્ડિયન બેંકે આજે અગ્રણી ખાનગી જીવન વીમા કંપની એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે બેંકાશ્યોરન્સ જોડાણ કર્યું હતું. આ જોડાણનો ઉદ્દેસ ગ્રાહકોને નાણાકીય આયોજનનાં સંપૂર્ણ સોલ્યુશન્સ પૂરાં પાડવાનો છે.
ઇન્ડિયન બેંકનાં એમડી અને સીઇઓ શ્રીમતી પહ્મજા ચુંદુરુ અને એસબીઆઈ લાઇફનાં એમડી અને સીઇઓ શ્રી સંજીવ નૌતિયાલની હાજરીમાં આ સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં. ગ્રાહકો વચ્ચે વધારે પહોંચ સુનિશ્ચિત કરવા પાર્ટનરશિપ ઇન્ડિયન બેંકની દેશભરમાં પથરાયેલી 2851થી વધારે શાખાઓમાં એસબીઆઈ લાઇફનાં ગ્રાહકોની વીમાકવચ, બચત, હેલ્થ, ક્રેડિટ લાઇફ વગેરે સાથે સંબંધિત વિવિધ વીમા જરૂરિયાતોને પૂર્ણ કરવા વ્યક્તિગત અને ગ્રૂપ ઇન્શ્યોરન્સનાં સોલ્યુશન્સ પૂરાં પાડશે. એસબીઆઈ લાઇફ ચેન્નાઈમાં હેડક્વાર્ટર ધરાવતી ઇન્ડિયન બેંક સાથે કામ કરશે, જેથી એનાં ગ્રાહકોને જીવન વીમા પોલિસીઓ પૂરી પાડવા સેલ્સ ટ્રેનિંગ, પ્રોડક્ટ સપોર્ટ અને કામગીરીની સરળ પ્રક્રિયાઓ સુનિશ્ચિત થશે.
ઇન્ડિયન બેંકનાં ગ્રાહકો એસબીઆઈ લાઇફમાંથી વિવિધ પ્રકારનાં જીવન વીમા ઉત્પાદનો મેળવશે, જે તેમનાં જીવનનાં વિવિધ તબક્કાઓની જરૂરિયાત પૂરી કરશે. ઇન્ડિયન બેંકની વિસ્તૃત કામગીરી અને એસબીઆઈ લાઇફનાં એક્ષ્ટેન્સિવ પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે આ પાર્ટનરશિપ ગ્રાહકોને જીવન વીમાની સરળ સુલભતા સુનિશ્ચિત કરશે.
આ પ્રસંગે ઇન્ડિયન બેંકનાં એમડી અને સીઇઓ શ્રીમતી પહ્મજા ચુંદુરુએ કહ્યું હતું કે, “પ્રતિષ્ઠિત કંપની સાથે આ જોડાણ બેંકનાં કિંમતી ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો પ્રદાન કરશે.”
આ પહેલ પર ટિપ્પણી કરતાં એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સનાં એમડી અને સીઇઓ શ્રી સંજીવ નૌતિયાલે કહ્યું હતું કે, “એક ચેનલ તરીકે બેંકાશ્યોરન્સ અમારાં માટે મજબૂત વિશિષ્ટ પાસું છે અને અમે વિશ્વસનિય સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ મારફતે વધારે તકો મેળવવાનું જાળવી રાખીશું. અમે ઇન્ડિયન બેંક સાથે જોડાણ કરીને એનાં જેટલો જ રોમાંચ અનુભવીએ છીએ, જે લાંબા ગાળાથી ગ્રાહકોની સેવા પ્રદાન કરવાનો સમૃદ્ધ વારસો ધરાવે છે. એસબીઆઈ લાઇફની કામગીરીને વધારવા ઉપરાંત આ જોડાણ બેંકનાં ગ્રાહકોને વધારે સંપૂર્ણ નાણાકીય આયોજન પ્રદાન કરવામાં મદદ કરશે. અમને ખાતરી છે કે, પાર્ટનરશિપ દેશભરમાં વધારે ગ્રાહકો સુધી વીમાની પહોંચ વધારવા અમને વધુ સક્ષમ બનાવશે.”
Indian Bank joins hands with SBI Life in a Bancassurance pact