મહેસાણાની સ્કૂલના વર્ગખંડોમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ મૂકવામાં SBI Life મદદ કરશે
એસબીઆઈ લાઇફએ ખેરવાના ગ્રામીણ વિસ્તારોમાં વંચિત સમુદાયોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું
મહેસાણા, ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી વિશ્વસનિય વીમાકંપનીઓ પૈકીની એક SBI Life Insurance મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (એમડીઇએફ) સાથે જોડાણ કર્યું છે, જેનો આશય મહેસાણા જિલ્લાના ખેરવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વસતાં વંચિત સમુદાયોના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. SBI Life will help in placing digital smart boards in school classrooms in Mehsana
આ જોડાણનો ઉદ્દેશ બાળકોને ડિજિટલ લર્નિંગની સુવિધા પ્રદાન કરવાનો છે, જે તેમની સમજણ વધારવામાં અને જ્ઞાનને જાળવી રાખવાની ક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ થશે. આ ડિજિટાઇઝેશન પહેલ એસબીઆઈ લાઇફની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પ્રોગ્રામના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે, જેનાથી છેવટે લાંબા ગાળે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી સુધારવામાં મદદ મળશે.
એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સના અમદાવાદના રિજનલ ડિરેક્ટર શ્રી અમિત કુમાર સાહાએ એમડીઇએફના માનનીય ડિરેક્ટર ડો. મહિન્દ્રા શર્માને ચેક સુપરત કર્યો હતો. આ પ્રસંગે એમડીઇએફના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગણપતભાઈ પટેલ, એમડીઇએફના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ, એસબીઆઈ લાઇફ, અમદાવાદના રિજનલ એચઆર શ્રી પ્રદીબાન પીએન અને અન્ય સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત હતા.
આ પહેલ મુખ્યત્વે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવને વધારવા અને શિક્ષકની તાલીમ અને કૌશલ્યક્ષમતા વધારવા પર ભાર મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી તેઓ શિક્ષણ અને અભ્યાસની આધુનિક ટેકનિકો સાથે કામ કરવા એકસમાન રીતે સજ્જ થશે.
બદલાતા સમયની સાથે તાલમેળ જાળવવા અને રોજિંદી શિક્ષણપદ્ધતિમાં ટેકનોલોજીને સામેલ કરવા આ જોડાણનો ઉદ્દેશ બાળકો માટે શિક્ષણનો સર્વાંગી અનુભવ સુનિશ્ચિત કરવાનો છે,
જે તેમને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન જાળવવા અને સંવાદ વધારવામાં મદદરૂપ થશે. આ પહેલ વિદ્યાર્થીઓને રસપ્રદ વિઝ્યુઅલ સંસાધનો અને સંવાદની પ્રવૃત્તિઓ પ્રદાન કરશે, જે તેમને મુશ્કેલ વિભાવનાઓ અને ભવિષ્યલક્ષી શિક્ષણપદ્ધતિઓને વધારે સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.
મહેસાણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (એમડીઇએફ) એક સેવાભાવી સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1996માં થઈ હતી અને જાહેર ટ્રસ્ટ ધારા, 1950 અંતર્ગત નોંધણી થઈ હતી. તેનું હેડક્વાર્ટર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં છે. એમડીઇએફ મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે,
જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણના માધ્યમ દ્વારા વંચિત સમુદાયોનું ઉત્થાન કરવાનો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમા રહેતાં લોકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.