SBIનો ધિરાણ દરમાં વધારોઃ લોન મોંઘી થશે
(એજન્સી)નવી દિલ્હી, દેશની સૌથી મોટી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ ફરી એકવાર ભંડોળના માર્જિનલ કોસ્ટના આધારે ધિરાણ દરો વધારવાની જાહેરાત કરી છે. વધેલા દર આજથી એટલે કે ૧૫ જુલાઈથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ ઘણી બેંકો દરોમાં વધારો કરી રહી છે.
હાલમાં રેપો રેટ ૪.૯૦ ટકા છે. વધારા પછી, રાતોરાત, એક મહિના અને ત્રણ મહિનાનો સ્ઝ્રન્ઇ ૭.૦૫ ટકાથી વધીને ૭.૧૫ ટકા થયો. છ મહિનાની મુદતવાળી લોન માટે MCLR ૭.૩૫ ટકાથી વધીને ૭.૪૫ ટકા થયો છે. એક વર્ષનો સ્ઝ્રન્ઇ ૭.૪ ટકાથી વધારીને ૭.૫ ટકા કરવામાં આવ્યો છે. બે વર્ષનો MCLR ૭.૭ ટકાથી વધારીને ૭.૮ ટકા કરવામાં આવ્યો છે.
સ્ઝ્રન્ઇ હેઠળ, બેંકોએ દર મહિને અલગ-અલગ સમયગાળા માટે વ્યાજ દરો જાહેર કરવાના હોય છે. આ વધારા બાદ હવે વર્તમાન લોન લેનારાઓની EMI વધશે અને નવા લેનારાઓ માટે લોન લેવી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો માટે આંચકારૂપ સમાચાર છે.
હવે લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી જશે. જાેકે એસબીઆઇએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેડિંગ રેટમાં વધારો કરી દીધો છે. બેંકએ એમસીએલઆરમાં વધારાની જાહેરાત પણ કરી દીધી છે. નવા દર ૧૫ જુલાઇથી લાગૂ થઈ ગયા. તમને જણાવી દઇએ કે આ પહેલાં જૂનમાં પણ એસબીઆઇએ એમસીએલઆરમાં વધારો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક દ્રારા રેપો રેટમાં વધારો કર્યા બાદ લગભગ તમામ સરકારી અને ખાનગી બેંકોએ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોનના વ્યાજદર વધારી દીધા છે. જાેકે પહેલાં આરબીઆઇએ મે મહિનામાં રેપો રેટ ૦.૪૦ ટકા વધાર્યો હતો, ત્યારબાદ જૂનમાં રેપો રેટ ૦.૫૦ ટકા વધાર્યો હતો.
જાેકે રેપો રેટ ૪.૯૦ ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલથી એસબીઆઇ પોતાના એમસીએલઆરને વધારી રહી છે. જૂનમાં તેણે એમસીએલઆરમાં ૨૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. એસબીઆઇએ સ્ઝ્રન્ઇમાં વધારાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
આ નોટિફિકેશન અનુસાર, એક વર્ષની લોન માટે એમસીએલઆર ૭.૪૦ થી વધારીને ૭.૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે. છ મહિનાની લોન માટે એમસીએલઆર ૭.૩૫ ટકાથી વધારીને ૭.૮૦ ટકા કરી દેવામાં આવ્યો છે. આરબીઆઇ દ્રારા રેપો રેટ વધાર્યા બાદ તાજેતરના દિવસોમાં ઘણી બેંક એમસીએલઆર વધારી ચૂક્યા છે.
તેમાં HDFC બેંક અને ICICI બેંક પણ સામેલ છે. ICICI બેંકએ તમામ અવધિની લોન માટે એમસીએલઆરમા૬ ૨૦ બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે.