Western Times News

Gujarati News

SBI SME ડિજિટલ બિઝનેસ લોન્સ MSME ધિરાણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશેઃ 45 મિનિટમાં જ લોન મંજૂર થશે

મુંબઈ, 11 જૂન, 2024 – દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ એસએમઈ ડિજિટલ બિઝનેસ લોન્સના લોન્ચ સાથે એમએસએમઈ ધિરાણમાં ફરી એકવાર નવા માપદંડો સ્થાપિત કર્યા છે. એમએસએમઈ ધિરાણોને આગામી પાંચ વર્ષમાં બેંકના વિકાસ અને નફાકારકતા માટે મહત્વનો મુદ્દો ગણવામાં આવ્યો છે અને આ નવીનતમ પ્રોડક્ટ 45 મિનિટ સુધીના લોન મંજૂર કરવાના સમયગાળા સાથે એસએમઈને ડિજિટલ લોન યાત્રા ઓફર કરવા સાથે એક મહત્વની હરણફાળ ભરે છે. SBI Unveils ‘SME Digital Business Loans’, Revolutionizing MSME Lending Landscape.

એસએમઈ ડિજિટલ બિઝનેસ લોન ધિરાણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એપીઆઈની મજબૂત ઇકોસિસ્ટમ અને આધુનિક ટેક્નોલોજીનો લાભ લે છે. આઈટીઆર, જીએસટી રિટર્ન્સ અને બેંક સ્ટેટમેન્ટ્સ જેવા સ્ત્રોતોથી મેળવેલા અધિકૃત ડેટાનો ઉપયોગ કરીને બેંકે ડેટા આધારિત ક્રેડિટ એસેસમેન્ટ એન્જિન તૈયાર કર્યું છે જે જરૂરી વિગતો પૂરી પાડ્યા બાદ માત્ર 10 જ સેકન્ડ્સમાં કોઈપણ જાતના માનવ હસ્તક્ષેપ વિના મંજૂરી આપવાના નિર્ણયો લેવા માટે સક્ષમ છે.

આ પ્રસ્તાવ એમએસએમઈ ધિરાણમાં સરળતા, ઝડપ અને સુલભતાના નવા યુગની શરૂઆત કરીને પરંપરાગત ક્રેડિટ અન્ડરરાઈટિંગ અને લાંબી મૂલ્યાંકન પ્રોસેસની જરૂરિયાતને દૂર કરે છે. નોંધનીય છે કે રૂ. 50 લાખ સુધીની લોન માટે એસબીઆઈએ મૂલ્યાંકન માટે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને જીએસટી રિટર્ન પર આધાર રાખીને નાણાંકીય સ્ટેટમેન્ટ્સની જરૂરિયાત પર પૂર્ણવિરામ મૂક્યું છે.

સમગ્ર દેશમાં લાખો એમએસએમઈ એકમોની વૃદ્ધિ અને આકાંક્ષાઓને સમર્થન આપવા માટે અડગ પ્રતિબદ્ધતા સાથે એસબીઆઈ એમએસએમઈ ધિરાણ ક્ષેત્રે અગ્રેસર રહી છે. આ સેગમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બેંકની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે કારણ કે તેણે એસએમઈ સેગમેન્ટમાં 20 ટકા ધિરાણ વૃદ્ધિ નોંધાવી છે અને એસએમઈ ઋણ લેનારાઓને બાકી ધિરાણ રૂ. 4 લાખ કરોડને પાર કરી ગયું છે.

આ નવીન ઓફર ગ્રાહકો માટે બેંકની વેબસાઈટ, શાખાઓ, એસએમઈ કેન્દ્રો તેમજ ઈન્ટરનેટ પ્લેટફોર્મ સહિતની તમામ ચેનલો દ્વારા સરળતાથી સુલભ થશે. આગળ જતા એસબીઆઈનો હેતુ તેના તમામ સીએસપી પાર્ટનર ટચપોઇન્ટ્સ પર અને ક્યુઆર કોડ દ્વારા આગામી મહિનાઓમાં આઉટડોર ટચપોઇન્ટ્સ પર ઉપલબ્ધતા વિસ્તારીને એક્સેસિબિલિટીને વધારવાનો છે.

એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ જણાવ્યું હતું કે, “અમે એમએસએમઈ ધિરાણમાં નવીનતા લાવવાના અમારા સતત પ્રયાસોને આગળ ધપાવીને એસએમઈ ડિજિટલ બિઝનેસ લોન્સ સાથે એક નવો ઇન્ડસ્ટ્રી બેન્ચમાર્ક  સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે એમએસએમઈ ધિરાણના ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે અમારા ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે નવીનતાઓને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી છે

જેનાથી માનવ હસ્તક્ષેપ ઘટ્યો છે અને વ્યવસાય કરવાની સરળતા વધી છે, ખાસ કરીને ઊંચા ખર્ચ અને માનવીય પ્રક્રિયાઓ ધરાવતા સેગમેન્ટ માટે. ઇકોસિસ્ટમમાં એમએસએમઈ એકમોના સમૃદ્ધ ડેટા ફૂટપ્રિન્ટનો લાભ ઉઠાવીને, અમે સૌથી ઝડપી અને સૌથી સાહસિક ધિરાણ પ્રક્રિયા પૂરી પાડવાનું લક્ષ્ય રાખીએ છીએ. ઉપરાંત, દેશમાં અગ્રણી એમએસએમઈ ધિરાણકર્તા તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવીએ છીએ.”

આ ભાવનાને વ્યક્ત કરતા એસબીઆઈના રિટેલ બેંકિંગ અને ઓપરેશન્સના એમડી શ્રી વિનય તોન્સેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે ડિસ્રપ્ટર ડિજિટલ ઇનોવેશન સાથે અર્થતંત્રના એમએસએમઈ સેગમેન્ટની સંયુક્ત સંભાવનાને આગળ ધપાવી રહ્યા છીએ. એસએમઈ ડિજિટલ બિઝનેસ લોન લોન્ચ કરીને અમે નવા અને હાલના એમએસએમઈ સંબંધો માટે અનન્ય દરખાસ્ત ઓફર કરીએ છીએ જે 45 મિનિટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી સુનિશ્ચિત કરીને એમએસએમઈને આજના ગતિશીલ બિઝનેસ ક્ષેત્રે ખીલવા માટે સશક્ત બનાવે છે.”

એમએસએમઈ પર એસબીઆઈનું અતૂટ ધ્યાન એસએમઈ ડિજિટલ બિઝનેસ લોનથી આગળ વિસ્તરે છે, જેમાં બેંક મુદ્રા પ્રોડક્ટને ડિજિટાઇઝ કરે છે અને સીજીટીએમએસઈ કવર હેઠળ લોન માટે કોલેટરલ-ફ્રી પ્રક્રિયાને ઓટોમેટ કરે છે. આ પહેલ ધિરાણની પહોંચને વિસ્તૃત કરવા અને એમએસએમઈના વિકાસને પ્રોત્સાહન આપવા, આર્થિક સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાને આગળ વધારવા માટે એસબીઆઈની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.