Western Times News

Gujarati News

સમલૈંગિક લગ્નને માન્યતા નહીઃ સુપ્રીમ કોર્ટ

Supreme court of India

સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જાે આપવો જાેઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકેે

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે. સીજેઆઈજસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજાેની બંધારણીય બેંચે ૧૦ દિવસની સુનાવણી બાદ ૧૧ મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારે કહ્યું હતું કે, જે ર્નિણય હશે પણ સંઘર્ષ ચાલુ રહેશે.

સ્પેશિયલ મેરેજ એક્ટ વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું હશે. જાે આ કાયદા હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જાે આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો પર સંસદને ધ્યાન આપવું પડશે.

સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જાે આપવો જાેઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સીજેઆઈ ડીવાયચંદ્રચુડએ કહ્યું કે, શું સમલૈંગિકતા માત્ર એક શહેરી ખ્યાલ છે? તે કહેવું યોગ્ય નથી કે આ માત્ર શહેરી વિસ્તારો પૂરતું મર્યાદિત છે.

સમલૈંગિક લગ્નના મુદ્દા પર ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. આ સાથે જ, આર્ટિકલ ૨૧ હેઠળ સન્માન સાથે જીવન જીવવુંએ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે.

જ્યારે મૂળભૂત અધિકારોના રક્ષણની વાત આવે છે, ત્યારે સત્તાના વિભાજનનો સિદ્ધાંત કોર્ટના નિર્દેશોના માર્ગમાં ન આવી શકે. કોર્ટ આ મામલે કાયદો બનાવી શકતી નથી, પરંતુ માત્ર તેનું અર્થઘટન અને અમલ કરાવી શકે છે.

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં.

અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જાેઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.