SC/ST/OBC ના ૨૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવશે
અમદાવાદ સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકી અને ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીના આર્થિક સહયોગથી SC/ST/OBC ના ૨૦૦૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવશે.
અમદાવાદ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકીના સંનિષ્ઠ પ્રયત્નો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઈનરીના આર્થિક સહયોગથી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે SC/ST/OBC અને ગરીબ વર્ગના અભ્યાસ કરતા 2000 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી વિતરણ કરવાનો કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે આજ રોજ યોજવામાં આવ્યો હતો.
કોરોના અને સોશિયલ ડિસ્ટસિંગને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કાના ભાગરૂપે વાલીઓની હાજરીમાં ૫૦ બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરીનું વિતરણ અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું
‘’ભારત સરકારનો મક્ક્મ ધ્યેય છે કે કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઇએ તેમ જણાવતા સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકીએ કહ્યું કે ગરીબ અને SC/ST/OBC સમાજમાંથી આવતા બાળકોને શિક્ષણ સાથે એને સંલ્ગ્ન વસ્તુઓ પણ જો મળી રહે તો તેમના અભ્યાસમાં ઘણી સરળતા રહે તે માટે IOClના સહયોગથી
આજે પ્રથમ તબક્કામાં ૫૦ બાળકોને અહિ વાલીગણ સાથે ઉપસ્થિત રાખીને સ્કૂલ બેગ અને અન્ય સ્ટેશનરી આપવામાં આવી છે. શહેરનાં બાકી રહેલા વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અમદાવાદ નગર શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને પહોંચતી કરવામાં આવશે.એમ સાંસદ શ્રી એ જણાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, શ્રી એસ. એસ. લામ્બા ED IOCl ગુજરાત, શ્રી સુધીર કુમાર ED- ગુજરાત રીફાઇનરી, શ્રી એલ. ડી.દેસાઇ શાશનાધિકારી સ્કુલ બોર્ડ AMC, શ્રી ધીરેંદ્રસિંહ તોમર ચેરમેન સ્કુલ બોર્ડ AMC અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.