સ્કેમ ૧૯૯૨ ફેમ એક્ટર હેમંતે હાથ જોડીને માગ્યું કામ
મુંબઈ, ઓક્ટોબર ૨૦૨૦માં હંસલ મહેતા એક વેબ સિરીઝ લઈને આવ્યા હતા. તેનું નામ સ્કેમ ૧૯૯૨ હતું. શેરબ્રોકર હર્ષદ મહેતાની વાર્તા પર આધારિત આ સિરીઝમાં પ્રતીક ગાંધી, શ્રેયા ધનવંતરી, સતીશ કૌશિક જેવા પ્રખ્યાત સ્ટાર્સ જાેવા મળ્યા હતા. તેમાં એક્ટર હેમંત ખેર પણ હતા જેમણે શેરબ્રોકર હર્ષદ મહેતાના મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ સમાચારમાં છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક્ટિંગ માટે કામ માગ્યું છે. Scam 1992 fame actor Hemant
તેમણે બે ટિ્વટ કરી છે, જેમાં તેમણે પોતાના મનની વાત લખી છે. તેમણે ઈન્ડસ્ટ્રીના ફિલ્મ નિર્માતાઓને કામ આપવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે – હું લેખકો, નિર્દેશકો, કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને સર્જકોને વિનંતી કરું છું કે મને તમારી વાર્તા, મૂવી, સિરીઝ અથવા શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક આપો.
હું એક અભિનેતા તરીકે ઉત્સાહથી ભરપૂર છું. ૧૩ એપ્રિલની ટિ્વટ બાદ હેમંત ખરેએ ૧૪ એપ્રિલે બીજી ટિ્વટ કરી હતી. આમાં તેમણે કામ માગતી ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું- ‘આ કરવા માટે ઘણાં વિચાર અને શક્તિ લાગ્યા પરંતુ મારા બધા વરિષ્ઠ અને ગુરુઓએ કહ્યું છે કે ‘કામ માગવામાં શું શરમ!’ તેથી મને જે લાગ્યું તે વ્યક્ત કર્યું.
તમારા સમર્થન, સૂચનો અને રીટ્વીટ માટે હું તમારા બધાનો આભારી છું. ખૂબ ખૂબ આભાર.’ હવે અભિનેતાને કામ મળે છે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. શેરબજારથી જાણીતા હર્ષદ મહેતાના જીવન પર આધારિત વેબ સિરીઝ Scam 1992: The Harshad Mehta Storyમાં મુખ્ય ભૂમિકામાં જાેવા મળેલા પ્રતીક ગાંધીની ભારે પ્રશંસા થઈ રહી છે. ત્યારે Scam 1992: The Harshad Mehta Story વેબ સિરીઝમાં હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાના પાત્રમાં જાેવા મળેલો એક્ટર હેમંત ખેર પણ ગુજરાતી છે.
મનોરંજન ક્ષેત્રે ૧૫ વર્ષના લાંબા સંઘર્ષ બાદ વેબ સિરીઝ Scam 1992: The Harshad Mehta Storyથી એક્ટર હેમંત ખેરને મોટી ઓળખ મળી છે. દેશની જાણીતી એક્ટિંગ સ્કૂલ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એટલે કે NSDમાંથી એક્ટિંગનું શિક્ષણ પ્રાપ્ત કરનાર એક્ટર હેમંત ખેરની જર્ની વિશે જાણીએ. પોતાની જર્ની વિશે વાત કરતા એક્ટર હેમંત ખેર જણાવે છે કે હું મૂળ સુરતનો છું અને એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મનોરંજન ક્ષેત્રની સાથે મારે કોઈ કનેક્શન નથી.
મારું બાળપણ સુરતના કોસંબા નજીક એક ગામમાં પસાર થયું છે. મેં જ્યારે ઘરે એ પ્રકારે વાત કરી કે મારે એક્ટિંગના ક્ષેત્રે કરિયર બનાવવું છે તો મને પૂરતો સહયોગ મળ્યો નહોતો. પણ, પછી મારા પિતાએ કહ્યું કે કોલેજની ડિગ્રી મેળવ્યા પછી તું તારા મનગમતા ક્ષેત્રે આગળ વધી શકે છે. મેં કેમેસ્ટ્રીના વિષયમાં મ્જીઝ્ર કર્યું અને પછી એક્ટિંગના ક્ષેત્રે આગળ વધ્યો.SS1MS