મૃતકના નામે પંપ ફાળવી કૌભાંડ- સરપંચને હોદ્દા પરથી દુર કરાયા
રાજકોટ, રાજકોટ નજીક બેડલા ગામે સરપંચ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહયા છે. દવાના છંટકાવ કરવાના પ્રે મશીનમાં કૌભાંડ આચર્યું છે. બેડલા ગાગમમાં ૧ર૦ લાભાર્થીઓ માટે પંપ ફાળવાયા હતા.
જેમાંથી માત્ર પ૭ લાભાર્થીઓને પંપ મળ્યા હતા. ૬૩ ડમી લાભાર્થીઓ ઉભા કરી દીધા હતા. તેમાં પણ એક લાભાર્થીનું તો મૃત્યુ થઈ ગયું હતું.
વિહાભાઈ કાગડીયા નામના વ્યકિતને એપ્રિલ મહીનામાં પંપ ફાળવાયા હોવાનુું દર્શાવ્યું હતું. પણ વિહાભાઈનું તો ડીસેમ્બર ર૦રરમાં જ મૃત્યુ થયું હોવાનુું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દર્શાવેલા લાભાર્થીઓ ગામમાં રહેતા જ ન હોવાનું સામે આવ્યું છે.
જંતુનાશક દવાના પંપ લાભાર્થીઓ ન મળતો જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદા પરથી દુર કરવાનો આદશે કરાયો હતો. આ સમગ્ર ઘટના અંગે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે પણ ચોકાવનારો આક્ષેપો કર્યા હતા.
સરપંચ સામે ફરીયાદ કરનારના પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યા હતા. અત્યારે સસ્પેન્ડ થયેલા સરપંચ સામે મારામારી અંગે ફરીયાદ નોધાય છે. જયારે કૌભાંડ અંગે આગામી સમયમાં વધુ એક પોલીસ ફરીયાદ નોધાવવામાં આવશે.