સિંહ દર્શનની ખોટી વેબસાઇટથી છેતરપિંડી
અમદાવાદ, સાસણ, દેવળિયા, આંબરડી જૂનાગઢ મોટી સંખ્યામાં લોકો સિંહ નિહાળવા આવતા હોય છે. લાઇનમાં ઉભા ન રહેવું પડે તે માટે લોકો પહેલેથી ઓનલાઇન બુકિંગ કરાવતા હોય છે. પરંતુ કેટલાક તત્વોએ વન વિભાગની વેબસાઇટ જેવી ખોટી વેબસાઇટ બનાવી લોકોને છેતરવાનાં ગોરખધંધા શરૂ કર્યા છે.
જેના કારણે ઘણી વખત વન વિભાગ પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. સાસણમાં જવા માટે અનેક લોકો પોતે લાંબી લાંબી લાઈનોમાં ઊભું ન રહેવું પડે તે માટે ઓનલાઈન બુકિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ અનેક લોકોને સાસણમાં સિંહ દર્શન માટેની સાચી અને ઓફિસિયલ વેબસાઈટ વિશેની માહિતી હોતી નથી. જેથી અનેક વખત પોતે ફ્રોડનો શિકાર બને છે. અનેક ખોટી વેબસાઈટોમાં પૈસા ગુમાવે છે.
નકલી વેબસાઈટ બનાવીને ઓનલાઇન પરમીટ આપી હજારો રૂપિયા ખંખેરી લે છે. પ્રવાસીઓ જ્યારે સાસણ સિંહ દર્શન કરવા પહોંચે છે ત્યારે તેને સત્યનું ભાન થાય છે. એક કરતાં અનેક પ્રકારની વેબસાઈટ અત્યારે ઓનલાઇન બુકિંગ માટે કાર્યરત છે.
અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને જે અંગે જૂનાગઢ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ પ્રતિક્રિયા આપી છે. છેતરપિંડી કરનાર લોકો દ્વારા અવારનવાર પોતાના અંગત ફાયદા માટે એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ ફેક વેબસાઈટનો અનેક લોકોને ભોગ બને છે.
જૂનાગઢનો એક યુવક પણ આ ફેક વેબસાઈટનો ભોગ બન્યો હતો. ર્નિમલ મકવાણા નામના યુવકે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, વેકેશનના સમયે સાસણ સિંહ દર્શન માટે જવા માટે અમે ટિકિટ બુક કરી હતી. પરંતુ સાચી વેબસાઈટની ખરાઈ કર્યા વગર મેં ટિકિટ બુક કરતા મારે પૈસા ગુમાવવાનો વારો આવ્યો હતો અને સિંહ દર્શન પણ થઈ શક્યા ન હતા.
કોઈ સરકાર માન્ય વેબસાઈટ છે તો તેની પાછળ હંમેશા.ર્ખ્તદૃ ડોમેન હોય છે. આ ડોમેન આધારિત જે વેબસાઈટ હશે, તે સરકાર માન્ય હશે.હાલમાં ફ્રોડ વેબસાઈટ સિંહ દર્શન માટેની ચાલી રહી છે. તે વેબસાઇટ પાછળ .com રાખવામાં આવ્યું છે.
આ વેબસાઈટ સિંહ દર્શન માટે માન્ય પણ નથી. જેથી લોકોએ ચેતવું જાેઈએ. જાે આપ સિંહ દર્શન કરવા માટે ઇચ્છુક છો તો ગીર જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક, દેવળીયા જિપ્સી સફારી, આંબરડી સફારી, ગિરનાર નેચર સફારી માટે ગુજરાત સરકાર તથા વન વિભાગ દ્વારા એક જ માન્ય વેબસાઈટ https://girlion.gujarat.gov.in જારી કરવામાં આવી છે.SS1MS