Western Times News

Gujarati News

ઉનામાં 1200 નકલી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયુંઃ ૩ની ધરપકડ

ઉના, ઉનામાં નકલી આધારકાર્ઢડ બનાવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહી બસ સ્ટેશનની નજીક એક શખ્સ કોઈપણ જાતના આધાર પુરાવા વિના જ લોકોને આધારકાર્ડ બનાવી આપતો હતો. આરોપીએ બે વર્ષમાં ૧ર૦૦ આધારકાર્ડ બનાવી 17 લાખનું ટ્રાન્ઝેકશન કર્યું હતું.

તે એક આધારકાર્ડ બનાવવાના રૂરા.૧ર૦૦થી રપ હજારની સુધી લેતો હતો. પોલીસે તપાસમાં ઉત્તરપ્રદેશ રાજયમાં આ કૌભાંડના કનેકશનની આશંકા છે. હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નકલી આધાર બનાવી આપનારો આરોપી શખ્સ આ પહેલાં એક બેકમાં આધારકાર્ડનું કામ કરતો હતો. જયાં તે આધારમાં જરૂરી સુધારો વધારા કરતો હતો. જોકે ત્યાં પણ તેની ગતિવીધીઓ શંકાસ્પદ લાગતાં તેને નોકરીમાંથી કાઢી મુકાયો હતો. આ પછી આરોપી શખ્સે ઉના બસ સ્ટેશન નજીક એક દુકાન ખોલીને આધારકાર્ડ મસમોટા કૌભાંડની શરૂઆત કરી હતી.

દરબારી આધાર સેન્ટર નામની ઓફીસે બેસતા અસલમ ઈસ્માઈલ શેખ કોમ્પ્યુટર પર કામ કરતા શબીર શરીફ સુમરા જાવીદ ઉર્ફે ભુરો મન્સુરીને પોલીસે ઉઠાવી લીધા હતાં. તપાસમાં જન્મના બોગસ દસ્તાવેજો બનાવી આ આધારકાર્ડનું બનાવ્યું હોવાનું બહાર આવતાં પોલીસે સંજયભાઈ કિશોરભાઈ વહાણેચીયાની ફરીયાદના આધારે ત્રણેય શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.

એસપીના વધુ જણાવ્યા મુજબ, આરોપીએ છેલ્લાં બે વર્ષમાં ૧ર૦૦ આધારકાર્ડ બનાવ્યાં છે. જેમાં ૪૦ ડુપ્લીકેટ આધારકાર્ડ પુરાવા વગર કાઢી આપ્યા હોય છે. એવાં મળ્યા છે. કે રૂ.૧૭ લાખના ટ્રાન્ઝેકશન પણ કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો નેશનલ સિકયોરીટી સાથે જોડાયેલો હોવાનું જીલ્લા એસપી મનહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.