પાદરામાં ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું
કરખડીની ચોકસી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખાતરનો ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે
વડોદરા, વડોદરાના પાદરાના કરખડી ગામ પાસેથી ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. કરખડીની ચોકસી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખાતરનો ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે. ખેતી નિયામકે શંકસ્પદ મળેલા યુરિયાના નમૂના પુથ્થકરણ માટે બારડોલી મોકલ્યા હતા. Scam of selling urea fertilizer to industrial units caught in Padra
જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના પાદરામાં સબસીડીવાળું યુરિયા ખાતર ઔધોગિક એકમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરખડી ગામની ચોકસી કલર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સબસીડીવાળું યુરિયા ખાતરનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં થતો હોવાનું સામે આવ્યું છે.
ખેતી નિયામક શંકસ્પદ મળેલા યુરિયાના નમૂના લઈ પુથ્થકરણ માટે બારડોલી મોકલ્યા હતા. એગ્રીકલચરમાં વપરાતું નિમ કોટેડ યુરિયા હોવાનું પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. વડુ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.