સસ્તા ભાવે ઘરવખરી વેચાણની જાહેરાત કરી લોકો સાથે કરોડો રુપિયાની છેતરપિંડી
સુરત, સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસે ઓનલાઇન ફ્રોડ કરનાર ભેજાબાજોની ધરપકડ કરી છે. ઘરવખરીની ચીજવસ્તુઓ સસ્તા ભાવે સોશિયલ મીડિયામાં મૂકી ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રિમિનલો પણ ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. સુરતમાં ભેજાબાજોએ સાથે મળીને ૨૭ રાજ્યોમાં કિચનવેર સસ્તા ભાવે વેચાણ કરવાની જાહેરાત કરી લોકો પાસેથી છેતરપિંડીથી ૩૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ છેતરપીંડી અંગે સરથાણા પોલીસને માહિતી મળતા જ પોલીસે કુલ ૬ આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત ખાતે કિચનવેર સસ્તા ભાવે વેચાણની જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા.
ગુજરાત સિવાય દેશના ૨૭ રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી અને લોકો સાથે ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગુજરાત સિવાય દેશના ૨૭ રાજ્યોમાં પાણીના ભાવે કિચનવેર મળશે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી હતી.
લોકો સાથે ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સુરતના સરથાણામાં આ આરોપીઓ દ્વારા દુકાન ભાડે રાખવામાં આવી હતી. માત્ર ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલા ત્રણ શખ્સોએ ફેસબુક પર ફેક આઈડી તેમજ વેબસાઈટની જાહેરાત મૂકીને કિચનવેર તેમજ ઘરવખરી સસ્તા ભાવે લોકોને મળશે તેવી જાહેરાત કરી હતી.
આ લોભામણી જાહેરાતમાં લોકો ફસાયા હતા અને ૩૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા.સરથાણા પોલીસે બાતમીના આધારે સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઇન્ટના સાતમા માળે મેરીટોન પ્લાઝામાં ત્રીજા માળે અને મોટા વરાછામાં આઇટીસી બિલ્ડિંગમાં આઠમાં મળે દુકાનમાં રેડ કરી હતી.
આ રેડ દરમિયાન આ સમગ્ર મામલો પોલીસની સામે આવ્યો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં એક આરોપી બીટેકનો અભ્યાસ કરી ચૂક્યો છે. બીજી તરફ પોલીસે આ સમગ્ર મામલે સીમકાર્ડ ડોક્યુમેન્ટ તેમજ બેંકની કીટ પણ કબજે કરી છે.SS1MS