સસ્તા ભાવે Apple iPhone અપાવવાની લાલચ આપી છેતરપિંડી
પોતાની ઓળખ એક નબીરા તરીકે આપતો હતો અને વાર્ષિક આવક ૫૦થી ૭૦ લાખ હોવાનું કહેતો હતો
સસ્તા ભાવમાં આઈફોન અપાવવાની ઓફર આપ્યા બાદ પૈસા ટ્રાન્સફર કરાવી તેણે છેતરપિંડી કરી હતી. સરળ રીતે પૈસા કમાવવા અને ભવ્ય લાઈફસ્ટાઈલ માટે છેતરપિંડી કરવાનું તેણે શરૂ કર્યું હતું’, તેમ નોર્થવેસ્ટના ડીસીપી જીતેન્દ્ર કુમાર મીણાએ જણાવ્યું હતું.
ગોરેગાંવમાં એમએનસી માટે કામ કરતી ૨૬ વર્ષીય યુવતી તરફથી ફરિયાદ મળી હોવાનું પોલીસે કહ્યું હતું. મહિલાએ જણાવ્યું કે, તેના માટે માતા-પિતાએ મેટ્રિમોનિયલ વેબસાઈટ પ્રોફાઈલ બનાવી હતી અને યોગ્ય મેચની શોધમાં હતો. આરોપીઓ વર્ષે તેની આવક ૫૦થી ૭૦ લાખ હોવાનો દાવો કર્યો હતો.
તેમણે સોશિયલ મીડિયા એપ્લિકેશન પર વાત કરવાનું શરૂ કર્યું હતું. તેણે ગોરેગાંવમાં પોતાની સંપત્તિ તરીકે કેટલાક વિલા અને ફાર્મહાઉસ પણ દેખાડ્યા હતા. આ રીતે તેણે યુવતીના પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો અને તેમને મળવાનું નક્કી કર્યું હતું, તેમ પોલીસે જણાવ્યું હતું. તેણે યુવતીને સસ્તા ભાવે આઈફોન ૧૪ પ્રો મેક્સની ઓફર આપી હતી
તેમજ ખરીદવા માટે મનાવી લીધી હતી. ત્યારબાદ આરોપીએ તેને સંબંધીઓ અને મિત્રોને પણ ખરીદવા માટે કહ્યું હતું. તેના પ્રભાવિત થઈને યુવતીએ ૩,૦૫,૭૯૯ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીઓ યુવતીને સોશિયલ મીડિયા પર બ્લોક કરી લીધી હતી અને પોતાનો અકસ્માત થયો હોવાથી જયપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું કહ્યું હતું.
તેણે તેનો કોલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસ બાદ યુવતીને છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો’, તેમ ડીસીપીએ કહ્યું હતું. પૂછપરછ દરમિયાન વિશાલે કહ્યું હતું કે, તેણે ૨૦૨૧માં નોકરી છોડી દીધી હતી અને ગોરેગાંવમાં રેસ્ટોરાં શરૂ કરી હતી, જેમાં સફળતા મળી નહોતી. તેથી, તેણે મેટ્રિમોનિયમ વેબસાઈટ પર મહિલાઓને છેતરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તેણે મહિલાઓને મુલાકાત દરમિયાન આકર્ષિત કરવા માટે પ્રતિ દીઠ ૨૫૦૦ રૂપિયાના ભાડા સાથે લક્ઝુરિયસ કાર લીધી હતી.