ચોક્કસ એજન્સી કે દુકાનમાંથી શાળાનું સાહિત્ય ખરીદવા ફરજ પડાતી હોવાની ફરિયાદ

જિલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસો.દ્વારા ઉગ્ર રજૂઆત
મોડાસા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી નાણાંકીય લાભ મેળવવાના હેતુથી શાળાની અંદરથી શિક્ષણ સાહિત્ય પુરૂ પડાય છે. ચોકકસ એજન્સીઓ કે દુકાનોથી જ પુસ્તકો, ચોપડા ખરીદવા આગ્રહ રખાય છે.
ત્યારે શાળાઓને વ્યાપાક કેન્દ્ર બનાવવા શાળાઓ અને સંચાલકો સામે ઉગ્ર વિરોધ છવાયો છે. આમ જિલ્લામાં શાળા કક્ષાએ લેખિત સામગ્રી વેચવા સામે બુક સ્ટેશનરી એસો.નો વિરોધ છે. ચોકકસ એજન્સી પાસેથી સાહિત્ય લેવાની ફરજ પાડી શકાય નહી. આ અંગે બંને જિલ્લાના બુક એન્ડ સ્ટેશનરી એશો. દ્વારા જિલ્લા કલેકટરની સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
બંને જિલ્લાના બુક એન્ડ સ્ટેશનરી એશો. દ્વારા શાળાની કક્ષાએ લેખન સામગ્રી વેચવા અંગે વિરોધ ઉઠાવ્યો છે અને કલેકટરને લેખિત આવેદનપત્ર આપી સરકારના જ નિયમો, શાળા સંચાલનના કોડ એકટ રેગ્યુલેશન ગ્રાન્ટ ઈન એઈડ કોડ ૧૯૬૪ અને નિયમ નં.૧૭નું કડક પાલન કરાવાવ માંગ ઉઠવા પામી છે. કેટલીક સંસ્થાઓ દ્વારા શાળામાંથી વેચતા ચોપડા, સાહિત્ય ખરીદવા પડાતી ફરજ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.