બાળકના રિપોર્ટિંગે શાળાના વહીવટનો પર્દાફાશ કર્યો!- સોશિયલ મિડિયામાં વાયરલ
સોશિયલ મીડિયા પર એક વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, એક બાળકનો રિપોર્ટર બન્યો છે અને હાથમાં લાકડીમાંથી બનાવેલું માઈક લઈને સ્કુલના કંપાઉન્ડમાંથી સ્કુલનું નામ બોલે છે. ત્યારબાદ સ્કુલના ક્લાસમાં લઈ જાય છે જયાં કોઈ બાળક હોતું નથી. (જૂઓ વિડીયો)
नीयत सही हो तो बिना माइक थामे भी रिपोर्टिंग कर सच्चाई दिखाई जा सकती है. pic.twitter.com/rpuYVqXLqC
— Utkarsh Singh (@UtkarshSingh_) August 4, 2022
રીપોર્ટર બનેલા આ બાળકે બીજા બાળકને પૂછ્યું કે તમે સ્કુલે કેમ નથી આવતા તો તે બાળક જવાબ આપે છે કે સ્કુલમાં બાથરૂમ, પીવાના પાણી જેવી કોઈ જ સગવડ નથી. સ્વચ્છ ભારતના નામે બાથરૂમો છે પરંતુ તે વાપરવા લાયક છે જ નહિં. સ્કુલમાં ઘાસ ઉગી ગયું છે.
બાળકના એક રિપોર્ટર તરીકે એક એક બારીકીઓનો ખુલાસો કરે છે. સોશિયલ મીડિયા પર આ બાળક તેના આ રીપોર્ટીંગથી બધાનું દિલ જીતી લે છે. ઝારખંડના ગૌડા જિલ્લાની ઉત્કર્મિત પ્રાથમિક વિદ્યાલયનો આ વિડીયો હાલમાં વાયરલ થયો છે. હવે તે સ્કૂલના પ્રશાસક પર પણ સવાલ ઊભા થયા કે સ્કૂલોની આ હાલાત માટે જવાબદાર કોણ છે? આ બાળકનું નામ સરફરાજ ખાન છે.