સ્કુલની ખુલ્લી જગ્યામાં ગાર્ડન વિકસાવી ત્યાં શાકભાજી ઉગાડવામાં આવશે
રાજયની પ્રાથમિક સ્કૂલોમાં ન્યુટ્રીશન ગાર્ડન વિકસાવવા માટે સૂચન કરાયું
(એજન્સી)અમદાવાદ, રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક સ્કુલોમાં ન્યુટ્રીશયન ગાર્ડન વિકસાવવા માટે પરીપત્ર કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્કુલની ખુલ્લી જમીનમાં ગાર્ડન વિકસાવી તેમાં શાકભાજી ઉગાડવા માટે સુચન કરાયું છે. જેથી આ શાકભાજીનો પીએમ પોષણ યોજના અંતર્ગત બનતા ભોજનમાં પણ ઉપયોગ કરી શકાશે.
ઉપરાંત વિધાર્થીઓને પ્રાકૃતિક શિક્ષણ થકી વિવિધ પ્રકરનાં વૃક્ષોની માહિતી પણ આપી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલી રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓની ઉપલબ્ધ ખુલ્લી જમીનમાં સ્કુલ ન્યુટ્રીશન ગાર્ડન વિકસાવવા માટે પરીપત્ર કરવામાં આવ્યો છે.
જેમાં ઋતુ પ્રમાણે ટામેટા, રીગણ, સરગવા, મરચાં દુધી, પાણા, આદું, સરગવા, જેવા શાકભાજીના છોડ અને લીબુ, સરગવો, આમળા, મીઠો લીમડો, જામફળ, જેવા ફળાઉ જાડનું વાવેતર કરવાના માટે જણાવાયું છે. શાળામાં બાકળકળોને પ્રાકૃતિક શિક્ષણ થકી વિવિધ પ્રકારના વૃક્ષોની માહિતી જાણકારી મળે તેમજ ઓર્ગેનીક શાકભાજીનો બાળકોના ભોજનમાં ઉપયોગ કરવાના હેતુસર ગાર્ડન વિકસાવવા માટે તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ હેતુથી શાળા પરીસરમાં ઉપલબ્ધ ખુલ્લી જમીનમાં દરેક શાળાએ સ્કુલ ન્યુટ્રીશયન ગાર્ડન વિકસાવવા માટે સુચન કરવામાં આવ્યું છે. વધુમાં શહેરી વિસ્તાર કે જયાં ખુલ્લી જમીન ઉપલબ્ધ નથી ત્યાં શાકભાજી માટીના પોટ, લાકડાની પેટી, બરણી, ટેરેસ પર છાપરા પર વગેરે જગ્યાએ છોડનું વાવેતર કરી શકાય છે. આથી તમામ શાળાઓમાં સ્કુલ ન્યુટ્રીશયન ગાર્ડન વિકસાવવા માટે સંબંધીત તમામ ઉત્સાહપુર્વક કાર્યવાહી કરવામાં સુચના આપવા જણાવાયું છે.
રાજયમાં હાલમાં વર્ષાઋતુ ચાલી રહી છે. ત્યારે શાળાઓમાં નવા છોડ, રોપાઓ ઉછેરવાનું અનુકુળ વાતાવરણ સર્જાયું છે. તેથી પ્રત્યેક શાળામાં પીએમ પોષણ યોજનામાં ઉપયોગી તેવા શાકભાજીના છોડનું વાવેતર કરવા તાકીદ કરાઈ છે.