શાળા સ્થાપના દિવસ અને સ્નેહમિલન સમારંભ યોજાયો
પ્રતિનિધિ સંજેલી, સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ પ્રાથમિક શાળા ખાતે શાળા ૫૮ શાળા સ્થાપના દિવસ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી અને ૧૧૭ સરકારી નોકરી કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ખાતે આવેલી પ્રાથમિક શાળા ૫૮ માં શાળા સ્થાપના દિવસ તેમજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન શાળાના સ્ટાફ અને જદ્બષ્ઠ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય સુશીલાબેન બારીયા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે બાદ આ શાળામાં અભ્યાસ મેળવી અને ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ બામણીયા અને સુરત મેડિકલ કોલેજના લેક્ચર તરીકે ફરજ બજાવતા સંદીપકુમાર રલોતી દ્બહ્વહ્વજ વિદ્યાર્થી ભાવેશ રામુ ચારેલ સહિત શાળામાં ૧૧૭ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં પોલીસ આર્મી મેન શિક્ષક આચાર્ય ક્લાસ ટુ તેમજ નાની મોટી સરકારી કચેરીઓ માં ફરજ બજાવી રહ્યા છે તેમજ ૧૫ જેટલા જાહેર ક્ષેત્રે જેવા કે સરપંચો અને પાર્ટી પ્રમુખ તાલુકા જિલ્લા સભ્યો મા સેવા આપી રહ્યા છે.
સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ પ્રાથમિક શાળાના એક એક ૨૦૨૩ ના રોજ ૫૮ માં સ્થાપના દિવસની ઉજવણી ની સાથે સાથે સન્માન સમારોહ ના કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓમાંથી ૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો અને શાળાના આચાર્ય શિક્ષકો એસએમસી અધ્યક્ષ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ઉપસ્થિત શાળાના આચાર્ય ભુરીયા રાકેશભાઈ કડવાભાઈ અને ચારેલ રામુભાઈ શિક્ષિકા શંકુતલાબેન વસુનીયા ઉર્મિલાબેન ભુરીયા વળવાઈ લલીતા બામણીયા વિનયચંદ્ર અને એસએમસી અધ્યક્ષ ધીરાભાઈ તાવીયાડ દ્વારા પુષ્પગુજ આપી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે ઉપસ્થિત રહેનાર અધિકારી અને કર્મચારીઓનું પુષ્પગુજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના વિવિધ વિકાસના કાર્યો માટે ૧,૪૧,૦૦૦ ઉપરાંતની રકમનું દાન કર્યું હતું.