સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ હોય તો શાળાએ સુધારી આપવી પડે
(એજન્સી)અમદાવાદ, સ્કુલ લિવીગ સર્ટીફીકેટમાં જાે શાળાએ કોઈ ભુલચુક કરી હોય તો તે સુધારવાની શાળાની ફરજ છે અને તે શાળાએ સુધારવી જ પડે એમ ગુજરાત હાઈકોર્ટે એક આદેશમાં ઠરાવ્યું છે. શહેરની એક શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીના સ્કુલ લીવીગ સર્ટીફીકેટમાં જરૂરી સુધારો કરી આપવા કરાયેલા હુકમમાં હાઈકોર્ટે આ મુજબ ઠરાવ્યું હતું.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર વિધાર્થીની દ્વારા રજુ કરાયેલ જન્મનો દાખલો જન્મનું પ્રમાણપત્ર એ રાજય સરકાર દ્વારા જારી એક વૈધાનીક પ્રમાણપત્ર છે. જે પુરાવા તરીકે તે ઘણું મુલ્યાવાન હોય છે. જન્મ્ના પ્રમાણપત્રમાંચ ઉલ્લેખ કરાયેલી જન્મ તારીખ એ જન્મ-મરણ અધિનીયમ હેઠળ વૈજ્ઞાનીક જાેગવાઈ હેઠળ નોધાયેલા હોય છે.
એક વખત ભુલ થઈ હોય તો તેને સુધારવી પડે. ખાસ કરશીને ત્યારે જે જયારે વિધાર્થીની તરફથી રજુ કરાયેલ જન્મના પ્રમાણપત્રને લઈ કોઈ વિવાદ નથી તેથી તેના આધારે શાળાએ સ્કૂલ લિવીગ સર્ટીફીકેટમાં જરૂરી સુધારો કરી આપવવો જાેઈએ.
અરજદારો વિધાર્થીની તરફથી એવો રજુઆત કરાઈ હતી કે, જે તે વખતે તેણીના માતા-પિતાએ તેણીને શાળામાં એડમીશન વવખતે ભુલથી બીજીી જન્મતારીખ તા.ર૧-૮-૧૯૧૯ છે. તેના બદલે સ્કુલ લીવીગ સર્ટીફીકેટમાં તા.રર-૮-૧૯૯૧ લખાયેલું છે.
અરજદારે જરૂરી સુધારો કરી આપવા માટે શાળા સમક્ષ તેના જન્મનું પ્રમાણપત્ર, તેણીના પિતાનું સોગંદનામું સહીતનાન જરૂરી પુરાવા રજુ કર્યા છે. ત્યારે શાળાએ સાચો સુધારો કરી આપવો જાેઈએ.